શોધખોળ કરો
Advertisement
અમર સિંહનો ભાવુક વીડિયો વાયરલ, હોસ્પિટલમાંથી ટ્વિટ કરી અમિતાભ બચ્ચનની માફી માંગી
એક જમાનામાં બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના ખાસ મિત્ર અને વરિષ્ઠ નેતા અમર સિંહે ઈમોશનલ વીડિયો શેર કરી અમિતાભ બચ્ચનની માફી માંગી છે.
નવી દિલ્હી: એક જમાનામાં બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના ખાસ મિત્ર અને વરિષ્ઠ નેતા અમર સિંહે ઈમોશનલ વીડિયો શેર કરી અમિતાભ બચ્ચનની માફી માંગી છે. અમર સિંહે આ માફી બિગ બી પર કરવામાં આવેલી તમામ ટિપ્પણીઓને લઈને માંગી છે. અમર સિંહ હાલના દિવસોમાં ગંભીર રીતે બિમાર છે અને હાલમાં તેઓ સિંગાપુરની હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે.
એક વીડિયો શેર કરી અમર સિંહે કહ્યું, 'છેલ્લા દસ વર્ષથી હું બચ્ચન પરિવારથી ન માત્ર અલગ રહ્યો પરંતુ એ પણ કોશિશ કરી કે તેમના દિલમાં મારા માટે નફરત થાય. પરંતુ આજે ફરી અમિતાભ બચ્ચને મારા પિતાજીને યાદ કર્યા તો મને એવું લાગ્યું કે આજ સિંગાપુરમાં દસ વર્ષ પહેલા એક બીમારીને લઈને હું અને અમિતજી આશરે બે મહિના સુધી સાથે રહ્યા અને ત્યારબાદ મારો અને તેમનો સાથ છુટી ગયો. પરંતુ દસ વર્ષ પસાર થવા છતાં તેમનામાં કોઈ ફેરફાર નથી આવ્યો અને તેઓ સતત અનેક પ્રસંગોમાં જેમકે મારા જન્મદિવસ હોય, મારા પિતાજીના સ્વર્ગવાસ દિવસ હોય તેઓ દરેક દિવસને યાદ કરી પોતાના કર્તવ્યોને યાદ કરતા રહ્યા છે.' અમર સિંહે આગળ કહ્યું, 'મને લાગે છે કે મે કારણ વગર ખોટી દુશ્મની બતાવી છે. 60ની ઉપર જીવની સંધ્યા હોય છે અને ફરી એક વાર હુ જિંદગી અને મોતના પડકાર વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. મને લાગે છે કે સાર્વજનિક રૂપથી મારે અમિતાભ બચ્ચન પ્રત્યે નરમ વલણ રાખવું જોઈતું હતું, કારણ કે તેઓ મારી કરતા ઉંમરમાં મોટા છે. અને જે શબ્દો મે તેમના વિશે બોલ્યા છે તેને લઈને મારી માફી પણ માંગવી જોઈએ.'Today is my father’s death anniversary & I got a message for the same from @SrBachchan ji. At this stage of life when I am fighting a battle of life & death I regret for my over reaction against Amit ji & family. God bless them all.
— Amar Singh (@AmarSinghTweets) February 18, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement