શોધખોળ કરો

અમરનાથ યાત્રા 2026નો પ્રારંભ: જમ્મુથી ‘બાબા બરફાની’ના ભક્તોનો પ્રથમ જથ્થો શ્રીનગર તરફ રવાના

Amarnath Yatra 2026: જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રા 2026નો ઔપચારિક પ્રારંભ થઈ ગયો છે. ગુરુવારે (2 જુલાઈ) જમ્મુથી અમરનાથ યાત્રીઓનો પ્રથમ જથ્થો કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રીનગર માટે રવાના થયો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જમ્મુથી અમરનાથ યાત્રાનો પ્રારંભ, પ્રથમ જથ્થો રવાના.
  • યુવાનોનો ઉત્સાહ નોંધપાત્ર, ઘણા શ્રદ્ધાળુઓ પ્રથમવાર જોડાયા.
  • યાત્રાની સુરક્ષા માટે 70,000થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત.
  • શ્રદ્ધાળુઓ શુક્રવારથી બાબા બરફાનીના પવિત્ર દર્શન કરશે.

Amarnath Yatra 2026: જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રા 2026નો ઔપચારિક પ્રારંભ થઈ ગયો છે. ગુરુવારે (2 જુલાઈ) જમ્મુથી અમરનાથ યાત્રીઓનો પ્રથમ જથ્થો કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રીનગર માટે રવાના થયો હતો. આ જથ્થો સાંજ સુધી શ્રીનગર પહોંચશે. આ વર્ષે પ્રથમ વખત બાબા બરફાનીના દર્શન કરવા આવનારા યુવાનોની સંખ્યા નોંધપાત્ર જોવા મળી રહી છે.

ગુરુવારે વહેલી સવારે લગભગ 5 વાગ્યે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ યાત્રીઓના પ્રથમ જથ્થાને લીલી ઝંડી બતાવી રવાના કર્યો હતો. "બમ બમ ભોલે"ના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યું હતો. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

પ્રથમ વખત યાત્રા કરનારા યુવાનોમાં ભારે ઉત્સાહ

રાજસ્થાન સહિતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા અનેક શ્રદ્ધાળુઓ પ્રથમ વખત અમરનાથ યાત્રામાં જોડાયા છે. તેમનું કહેવું છે કે, તેઓ છેલ્લા એક વર્ષથી આ પવિત્ર યાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. યાત્રાને લઈને તેમના મનમાં કોઈ ડર કે ભય નથી. શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે, “જ્યારે અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન શરૂ થયું ત્યારે અમે તરત જ નોંધણી કરાવી હતી. બાબા બરફાનીના પ્રથમ દર્શન કરવાનો અને પ્રથમ જથ્થામાં સામેલ થવાનો અમને વિશેષ સદભાગ્ય મળ્યું છે.”

70 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત

આ વર્ષની યાત્રાને સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં 70 હજારથી વધુ વધારાના સુરક્ષાકર્મીઓ તૈનાત કર્યા છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીર પોલીસ, બીએસએફ, સીઆરપીએફ અને ભારતીય સેના પણ યાત્રાળુઓની સુરક્ષા માટે સતત તૈનાત છે. યાત્રાળુઓના કાફલા સાથે સીઆરપીએફના જવાનો અને કોબ્રા કમાન્ડો પણ સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર યાત્રાના કાફલાને વિશેષ સુરક્ષા હેઠળ એસ્કોર્ટ કરવામાં આવે છે.

શુક્રવારથી બાબા બરફાનીના દર્શન

બાલટાલ અને પહલગામ પહોંચ્યા બાદ યાત્રાળુઓ શુક્રવારે સવારે પવિત્ર અમરનાથ ગુફા તરફ પ્રસ્થાન કરશે. યાત્રા દરમિયાન હાઇવે પર અન્ય વાહનોની અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવે છે અને સમગ્ર માર્ગને સુરક્ષાના કારણોસર સીલ કરવામાં આવે છે.

અમરનાથ યાત્રા તમામ રેકોર્ડ તોડશે: ભાજપ

ભાજપના નેતા પ્રતિપક્ષ સુનીલ શર્માએ દાવો કર્યો છે કે, આ વર્ષની અમરનાથ યાત્રા અગાઉના તમામ રેકોર્ડ તોડી શકે છે. તેમણે જણાવ્યું કે શ્રદ્ધાળુઓમાં અદભૂત ઉત્સાહ અને અખંડ આસ્થા જોવા મળી રહી છે.

એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં સુનીલ શર્માએ કહ્યું કે, “યાત્રાળુઓને સુરક્ષા દળો પર સંપૂર્ણ વિશ્વાસ છે. આ યાત્રા માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિક નથી, પરંતુ જમ્મુ-કાશ્મીરની ઓળખ પણ છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં આવીને ભગવાન ભોલેનાથના દર્શન કરે છે.” તેમણે ઉમેર્યું કે યાત્રા દરમિયાન હવામાન, ભૂગોળ અને સુરક્ષા સંબંધિત અનેક પડકારો હોવા છતાં સરકાર અને સુરક્ષા એજન્સીઓ તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે યાત્રાને સફળ બનાવવા પ્રતિબદ્ધ છે.

Frequently Asked Questions

અમરનાથ યાત્રા 2026 ક્યારે શરૂ થઈ?

અમરનાથ યાત્રા 2026 નો ઔપચારિક પ્રારંભ ગુરુવારે (2 જુલાઈ) જમ્મુથી યાત્રીઓના પ્રથમ જથ્થાને રવાના કરીને થયો હતો.

યાત્રીઓના પ્રથમ જથ્થાને કોણે લીલી ઝંડી બતાવી?

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ ગુરુવારે વહેલી સવારે લગભગ 5 વાગ્યે યાત્રીઓના પ્રથમ જથ્થાને લીલી ઝંડી બતાવી રવાના કર્યો હતો.

અમરનાથ યાત્રા માટે કેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે?

આ વર્ષની અમરનાથ યાત્રા માટે 70 હજારથી વધુ વધારાના સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, BSF, CRPF અને ભારતીય સેના પણ સુરક્ષામાં જોડાયેલી છે.

બાબા બરફાનીના પ્રથમ દર્શન ક્યારે થશે?

બાલટાલ અને પહલગામ પહોંચ્યા બાદ યાત્રાળુઓ શુક્રવારે સવારે પવિત્ર અમરનાથ ગુફા તરફ પ્રસ્થાન કરશે અને પ્રથમ દર્શન કરી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
IAS કે શિક્ષક બનતા પહેલા મહિલાઓ ‘એક્સપર્ટ માતા’ બને: આનંદીબેન પટેલ
IAS કે શિક્ષક બનતા પહેલા મહિલાઓ ‘એક્સપર્ટ માતા’ બને: આનંદીબેન પટેલ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
ઝડપી બુકિંગ-બીજી વખત નહીં ભરવી પડે ડિટેલ,  IRCTC ની નવી વેબસાઈટમાં 4 મોટા બદલાવ 
ઝડપી બુકિંગ-બીજી વખત નહીં ભરવી પડે ડિટેલ,  IRCTC ની નવી વેબસાઈટમાં 4 મોટા બદલાવ 
Advertisement

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Embed widget