શોધખોળ કરો
Advertisement
બગદાદ એરપોર્ટ પર અમેરિકાનો મિસાઇલ હુમલો, એરસ્ટ્રાઇકમાં ઇરાનના મિલિટ્રી જનરલ સહિત 8ના મોત
ઇરાન સમર્થિત મિલિશિયાના પ્રવક્તા અહેમદ અલ-અસદીએ કહ્યું કે, મુઝાહિદ્દીન અબુ મહદી અલ-મુહાંડિસ અને કાસિમ સુલેમાનીને મારવા માટે અમેરિકા અને ઇઝરાયેલી દુશ્મન જવાબદાર છે
ન્યૂયોર્કઃ અમેરિકાએ બગદાદના એરપોર્ટ પર હુમલો કર્યો છે, આ દાવો ઇરાની મિલિશિયાએ કર્યો છે. ઇરાકી મિલિશિયાએ કહ્યું કે, અમેરિકાના આ હવાઇ હુમલામાં ઇલાઇટ કુડ્સ ફોર્સના હેડ ઇરાની મેજર જનરલ કાસિમ સુલેમાની, ઇરાકી મિલિશિયાના કમાન્ડર અબુ મહેદી અલ-મુહાંડિસ સહિત આઠ લોકોના મોત થયા છે.
ઇરાન સમર્થિત મિલિશિયાના પ્રવક્તા અહેમદ અલ-અસદીએ કહ્યું કે, મુઝાહિદ્દીન અબુ મહદી અલ-મુહાંડિસ અને કાસિમ સુલેમાનીને મારવા માટે અમેરિકા અને ઇઝરાયેલી દુશ્મન જવાબદાર છે.
ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકન દુતાવાસે 1 જાન્યુઆરીએ પોતાના બધા સાર્વજનિક કૉન્સ્યૂલર સંચાલન (ઓપરેશન્સ)ને આગામી આદેશ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી હતી. આ નિર્ણય દુતાવાસ પર ઇરાન સમર્થક પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ લેવામાં આવ્યો હતો. દુતાવાસ દ્વારા બુધવારે જાહેર થયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે, અમેરિકન પરિસરમાં થયેલા આતંકી હુમલાના કારણે બધા સાર્વજનિક કૉન્સ્યૂલર ઓપરેશન્સને આગાલા આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવે છે. સમાચાર એજન્સી સિન્હૂઆએ નિવેદનના હવાલાથી કહ્યું કે, ભવિષ્યની બધા નિયુક્તિઓને રદ્દ કરી દેવામાં આવી છે. અમેરિકન નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, દુતાવાસ સંપર્ક ના કરે. આમાં આગળ કહેવાયુ હતુ કે ઇરાકના અર્ધ-સ્વાયત વિસ્તાર કુર્દિસ્તાનની રાજધાની એર્બિલમાં અમેરિકાનું મહાવાણિજ્ય વિઝા અને અમેરિકન નાગરિક સેવાઓની નિયુક્તિ માટે ખુલ્લો છે.Gen. Qassim Soleimani, head of Iran's elite Quds force, has been killed in an airstrike at Baghdad's airport. Strike also killed Abu Mahdi al-Muhandis, deputy commander of militias known as Popular Mobilization Forces. PMF blamed United States for the airstrike: Associated Press
— ANI (@ANI) January 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement