શોધખોળ કરો
Advertisement
કોરોનો પ્રકોપઃ હૈદ્રાબાદમાં 88 લોકો નજર હેઠળ રખાયા, સ્વાસ્થ્ય મંત્રાલયની આજે મળશે બેઠક
કોરોના વાયરસ ભારતમાં દેખા દેતા સરકાર પણ સક્રિય થઈ ગઈ છે. પીએમ મોદીએ મંગળવારે તેને લઈને સમીક્ષા બેઠક કરી હતી.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો પગપેસારો જોવા મળી રહ્યો છે. કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધતી જોવા મળી રહી છે. કેરળ, નોયડા, તેલંગાણા આગ્રા, હૈદ્રાબાદ જેવા શહેરમાં નવા કેસ સામે આવી રહ્યા હોવાના અહેવાલ છે. યૂપીના નોયડામાં સ્કૂલમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીના પિતા કોરોના વાયરસથી સંક્રમિત જણાયા હતા. ત્યાર બાદ નોયડામાં બે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.
સારી વાત એ છે કે નોયડામાં 6 લોકોના લેવામાં આવેલ સેમ્પર કોરોના વાયરસના ટેસ્ટમાં નેગેટિવ આવ્યા છે. પરંતુ તમામને 14 દિવસ સુધી નજર હેઠળ રાખવામાં આવશે. જો લક્ષણ વિકસિત થાય છે તો ફરી તપાસ કરવામાં આવશે.
હૈદ્રાબાદમાં પણ 88 લોકોને નજર હેઠળ રાખવામાં આવ્યા છે. 29 લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આ તમામ લોકો 24 વર્ષીય એક વ્યક્તિના સંપર્કમાં હતા જે 20 ફેબ્રુઆરીએ દુબઈથી બેંગલુરુ આવ્યા હતા. જ્યાંથે તે બસથી હૈદ્રાબાદ ગયા હતા.
કોરોના વાયરસ ભારતમાં દેખા દેતા સરકાર પણ સક્રિય થઈ ગઈ છે. પીએમ મોદીએ મંગળવારે તેને લઈને સમીક્ષા બેઠક કરી હતી. આજે પણ તેને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય એક રિવ્યૂ મીટિંગ કરશે. આ બેઠક સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્દનની અધ્યક્ષતામાં મળશે.
સ્વાસ્થ્ય મંત્રાલયની આ બેઠકમાં એમઆરેમએલ હોસ્પિટલ, લેડી હોર્ડિંગ હોસ્પિટલ, સફદરજંગ હોસ્પિટલ સહિત દિલ્હી નગર નિગમની હોસ્પિટલના અધીક્ષક, રેલવે હોસ્પિટલના અધીક્ષક અને તમામ સ્વાસ્થ્ય સેવાઓના ડીજી પણ હાજર રહેશે. દિલ્હી એનસીઆરમાં કોરોના વાયરસના દર્દી સામે આવ્યા બાદથી સ્વાસ્થ્ય સેવાઓ એલર્ટ પર રાખવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement