શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમિત શાહે લોકસભામાં રજૂ કર્યું નાગરિકતા સંશોધન બિલ, મચ્યો હંગામો, શાહ બોલ્યા- અલસંખ્યકોના વિરુદ્ધમાં નથી
કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, આનાથી અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આ બિલ બંધારણની વિરુદ્ધમાં છે
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આજે નાગરિકતા સંશોધન બિલ રજૂ કરી દીધુ છે, બિલને રજૂ કરતાંની સાથે જ સંસદમાં વિપક્ષોએ હંગામો મચાવવાનુ શરૂ કરી દીધુ હતુ. બિલને રજૂ કરતાં અમિત શાહે કહ્યું કે આ બિલ અલ્પસંખ્યકોના વિરુદ્ધમાં નથી, તેમને કહ્યું કે તે દરેક સવાલના જવાબ આપવા તૈયાર છે.
અમિત શાહે વિપક્ષને કહ્યું કે, તમે વૉકઆઉટ ના કરી દેતા હું દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છું. વળી, શિવસેનાએ આ બિલનુ સમર્થન કર્યુ હતુ.
કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, આનાથી અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આ બિલ બંધારણની વિરુદ્ધમાં છે.
વિપક્ષના સવાલોના જવાબ આપતા અમિત શાહે કહ્યુ કે હું જે બિલનો પ્રસ્તાવ લઇને આવ્યો છું, તેમાં એવુ કંઇજ નથી જે બંધારણના વિરુદ્ધમાં હોય. આ બંધારણની કોઇપણ કલમની વિરુદ્ધ નથી. એવુ પહેલીવાર નથી કે નાગરિકોને લઇને સરકાર કોઇ નિર્ણય કરી રહી હોય. 1971માં ઇન્દિરા ગાંધીએ નિર્ણય કર્યો હતો કે બાંગ્લાદેશથી જેટલા પણ ભાગીને આવેલા લોકો છે તેમને નાગરિકતા આપવામાં આવશે. પાકિસ્તાનમાંથી આવેલા લોકોને કેમ નથી આપી?CAB not even .001% against minorities in the country, says Amit Shah as he introduced it in Lok Sabha
Read @ANI story | https://t.co/FsjEK6lQDE pic.twitter.com/b2A7kFewfN — ANI Digital (@ani_digital) December 9, 2019
વિપક્ષની સાથે અસદુદ્દીન ઔવેસીએ પણ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો હતો. ઔવેસીએ કહ્યું કે, ધર્મનિરપેક્ષતા બંધારણના પાયા છે. દેશના આવા કાયદાથી બચાવી લો, મુસલમાન પણ આ દેશનો ભાગ છે.Lok Sabha: Congress MP Adhir Ranjan Chowdhury on #CitizenshipAmendmentBill," It nothing but a targeted legislation over minority people of our country". Union Minister Amit Shah says, "This Bill is not even .001% against minorities in the country". pic.twitter.com/vMBwDz5dVk
— ANI (@ANI) December 9, 2019
શું છે નાગરિકતા સંશોધન બિલમાં.... બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા ગેરકાયદે અપ્રવાસિયોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઇ છે, પણ શરત એ કે તે મુસલમાન ના હોય. ખાસ વાત છે કે, આ બિલનો ફાયદો આ દેશોમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઇસાઇ અને પારસી સમુદાયના લાકોને મળશે. બિલનો ઉદ્દેશ આ છ ધર્મોના લોકોને નાગરિકતા આપવાનો છે, જેની પાસે વેલિડ ડૉક્યૂમેન્ટ નથી અથવા તો આવા ડૉક્યૂમેન્ટની સમયમર્યાદા ખતમ થઇ ચૂકી છે. આ લોકોને નાગરિકતા કાયદાની પ્રાકૃતિક પ્રક્રિયા પ્રમાણે આપવામાં આવશે. નાગરિકતા મેળવવા માટે અરજી ત્યારે કરી શકશે જ્યારે તેને ઓછામાં ઓછા છ વર્ષ સુધી ભારતમાં વસવાટ કર્યો હોય, અને છેલ્લા એક વર્ષથી ભારતમાં રહી રહ્યો હોય.Asaduddin Owaisi in Lok Sabha: I appeal to you(Speaker), save country from such a law&save Home Minister also otherwise like in Nuremberg race laws and Israel's citizenship act, Home Minister's name will be featured with Hitler and David Ben-Gurion. #CitizenshipAmendmentBill2019 pic.twitter.com/ZEp1siNo56
— ANI (@ANI) December 9, 2019
રાજ્યસભામાં પડી શકે છે મુશ્કેલી.... રાજ્યસભામાં હાલમાં સાંસદોની સંખ્યા 239 છે, જો બધા સાંસદો વૉટ કરે તો બહુમતી માટે 120 સાંસદોની જરૂર પડે. બીજેપી પાસે હાલ 81 સાંસદો છે, એટલે બહુમતી માટે 39 વૉટની જરૂર પડી શકે છે. જે બીજેપી માટે મુશ્કેલી સર્જી શકે છે. સરકારની સહયોગી પાર્ટી જેડીયુ પણ આ બિલનો વિરોધ કરી રહી છે, જેના 6 સાંસદો છે.Muslim community not named in CAB even once: Amit Shah
Read @ANI Story | https://t.co/BL3YV5ShC5 pic.twitter.com/SUcfXabZWD — ANI Digital (@ani_digital) December 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સમાચાર
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion