દેશમાં ક્યારે લોકડાઉન લાદવામાં આવશે ? અમિત શાહે શું આપ્યો જવાબ?
કોરોનાની ભયાવહ સ્થિતિને જોતા ભારત એકવાર ફરી લોકડાઉનની દિશામાં આગળ વધી રહ્યું છે. સોશિયલ મીડિયાથી માંડીને મેડિકલ એસોશિએશન પણ દસ દિવસના લોકડાઉનની જરૂરિયાત વર્ણવી રહ્યાં છે. જો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકડાઉન મુદ્દે સવાલ કરાતા તેમણે શું સ્પષ્ટતા કરી જાણીએ..
કોરોનાની ભયાવહ સ્થિતિને જોતા ભારત એકવાર ફરી લોકડાઉનની દિશામાં આગળ વધી રહ્યું છે. સોશિયલ મીડિયાથી માંડીને મેડિકલ એસોશિએશન પણ દસ દિવસના લોકડાઉનની જરૂરિયાત વર્ણવી રહ્યાં છે. જો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકડાઉન મુદ્દે સવાલ કરાતા તેમણે શું સ્પષ્ટતા કરી જાણીએ..
દેશમાં હાલ કોરોનાની સ્થિતિ બેકાબૂ છે. દેશમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત ચોથા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 18 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,61,500 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1501 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,38,423 લોકો ઠીક પણ થયા છે.
રાજ્યની સ્થિતિ અને સહમતિ બાદ નિર્ણય
આ સ્થિતિને જોતા કેન્દ્ર સતત રાજ્યોના સંપર્કમાં છે. અખબારને આપેલા એક ઇન્ટરવ્યુમાં ગૃહમંત્રી અમિતશાહને કોરોનાની દેશમાં ભયાવહ સ્થિતિને જોતા લોકડાઉન અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતા અમિતશાહે કહ્યું હતું કે, સંપુર્ણ લોકડાઉન હાલ કરવું એ ઉતાવળ્યો નિર્ણય હશે, ગત વર્ષે લોકડાઉન કરવાનું કારણ હતું. ગત વર્ષે આપણી પાસે વેક્સિન ન હતું. હાલ અમે દરેક રાજ્યો સાથે સંપર્કમાં છીએ અને રાજ્યોની સ્થિતિ અને સૌની સહમતિ બાદ નિર્ણય લઇશું.
કોરોનાનો નવો મ્યૂટેન્ટ ચિંતાજનક: શાહ
ઇન્ટરવ્યુમાં ગૃહમંત્રીએ પૂછ્યું કે, કોરોનાનો નવા મ્યુટેન્ટને આપ કેટલો ખતરનાક માનો છો? આ સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે, ‘નવો મ્યટેન્ટખતરનાક છે. તેના પ્રભાવને જોઇને હું પણ ચિંતિત છું. જો કે વૈજ્ઞાનિક તેની સામે લડવા માટે પણ દિન રાત મહેતન કરી રહ્યાં છે. મને વિશ્વાસ છે કે, આપણે જીતીશું’