શોધખોળ કરો
અમિત શાહનો બીજો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો છતાં હોસ્પિટલમાંથી નહીં અપાય રજા, જાણો શું છે કારણ ?
શનિવારે અમિત શાહે કોરોનાનો રીપોર્ટ કરાવ્યો હતો કે જે નેગેટિવ આવ્યો હતો. શાહ હવે કોરોનામુક્ત થઈ ગયા છે. જો કે અમિત શાહ હજુ પણ સારવાર હેઠળ રહેશે.
![અમિત શાહનો બીજો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો છતાં હોસ્પિટલમાંથી નહીં અપાય રજા, જાણો શું છે કારણ ? Amit Shahs second corona report is negative but he Will still be under treatment અમિત શાહનો બીજો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો છતાં હોસ્પિટલમાંથી નહીં અપાય રજા, જાણો શું છે કારણ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/09182836/shah.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કોરોનાના ભરડામાંથી મુક્ત થયા છે. શનિવારે અમિત શાહે કોરોનાનો રીપોર્ટ કરાવ્યો હતો કે જે નેગેટિવ આવ્યો હતો. શાહ હવે કોરોનામુક્ત થઈ ગયા છે. અમિત શાહ એક અઠવાડિયાની સારવાર બાદ કોરોનામુક્ત થયા છે. જો કે અમિત શાહ હજુ પણ સારવાર હેઠળ રહેશે. દિલ્લી પાસેના ગુરગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અમિત શાહને હજુ પણ ડોક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે. શાહને અઠવાડિયા સુધી હોસ્પિટલમાં જ રખાય તેવી શક્યતા છે.
દિલ્લી ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને સાંસદ મનોજ તિવારીએ ટ્વિટ કરીને શાહનો કોરોનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતી આપી છે.
દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે દેશના ગૃહ મંત્રી અમિત શાહ પણ કોરોનાના ભરડામાં આવી ગયા હતા. અમિત શાહે 2 ઓગસ્ટે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, તેઓને કોરોનાનાં શરૂઆતનાં લક્ષણો દેખાતાં તેમમે પોતાનો તેકોરોના ટેસ્ટ કરાવ્યો છે જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમિત શાહે ટ્વિટર ઉપર તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું માહિતી આપી હતી. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં શાહ અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાદર નહોતા રહ્યા.
તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતના લક્ષણો જોવા મળતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ આઇસોલેટ થવા અને પોતાનો કોરોના રિપોર્ટ કરાવવા ભલામણ કરી હતી.
દેશમાં કોરોના વાયરસનો રોગચાળો ફેલાયો પછી દિલ્હીમાં તેના કેસ વધ્યા ત્યારે અમિત શાહ મોનેટરિંગ કરી રહ્યા હતા. પાટનગર દિલ્હી ખાતે તેઓ જાતે નિરિક્ષણ કરી રહ્યા હતા. તેઓ ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરીને કોવિડ-19ની દરેક પળની અપડેટ લેતા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)