શોધખોળ કરો
પુલવામા હુમલોઃ પ્રારંભિક તપાસમાં મોટો ખુલાસો, RDXથી નહોતો થયો વિસ્ફોટ

કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલાની પ્રારંભિક તપાસમાં મોટો ખુલાસો થયો છે. આ હુમલામાં આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો પરંતુ કાશ્મીરના પથ્થરોની ખીણમાં ઉપયોગમાં લેવામાં આવતા સારી ગુણવત્તાવાળા યુરિયા અમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આતંકવાદી આદિલે તેને બે કે ત્રણ જગ્યા પરથી એકઠો કર્યો હતો. હુમલાની તપાસ કરી રહેલી એનઆઇએ, એનએસજી, જેવી કેન્દ્રિય તપાસ એજન્સીઓના ફોરેન્સિક નિષ્ણાંતોના મતે પ્રારંભિક તપાસમાં આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો તેવો રિપોર્ટ આવ્યો છે. હાલમાં એવું જાણવા મળ્યું છે કે ખાતર બનાવવામાં ઉપયોગ થનારા અમોનિયમ નાઇટ્રેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અમોનિયમ નાઇટ્રેર એક અકાર્બનિક સંયોજન છે. આ સાધારણ તાપ અને દબાણ પર સફેદ રંગના ક્રિસ્ટલીય સોલિડ પદાર્થ હોય છે. ખેતીમાં તેનો ઉપયોગ ઉચ્ચ નાઇડ્રોજનયુક્ત ખાતરના રૂપમાં તથા વિસ્ફોટકોમાં ઓક્સીકારકના રૂપમાં હોય છે. મીડિયા રિપોર્ટ અનુસાર, વિસ્ફોટકો બનાવવામાં આ સામગ્રી પંજાબ અથવા હરિયાણાના સ્થાનિક ડિલરો પાસેથી ખરીદવામાં આવી હોઇ શકે છે. તપાસના પ્રથમ તબક્કામાં આરડીએક્સનો ઉપયોગ ના થયો હોવાના ખુલાસાથી સુરક્ષા એજન્સીઓ માટે ગંભીર ચિંતાનો વિષય છે. આરડીએક્સનો ઉપયોગ કાશ્મીરમાં એક દાયકાથી વધુ સમયથી થયો નથી. છેલ્લા વર્ષામાં કાશ્મીરમાં આતંકી અમોનિયમ નાઇટ્રેટ આધારિત વિસ્ફોટકોનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. ગંભીર ચિંતાનું કારણ એ છે કે આરડીએક્સની સરખામણીએ અમોનિયમ નાઇટ્રેટ બનાવવું ખૂબ સરળ છે.
વધુ વાંચો





















