શોધખોળ કરો

અમૃતસરઃ 61 લોકોને કચડનારી ટ્રેનના ડ્રાઇવરે શું આપી સ્પષ્ટતા?

અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં રેલવે ફાટક પાસે મોટી સંખ્યામાં લોકો રાવણ દહન જોઇ રહ્યા હતા તે સમયે ત્યાંથી પસાર થયેલી ટ્રેને 61 લોકોને કચડી દીધા હતા. પણ સવાલ એ થાય છે કે શું આખરે લોકોની આટલી ભીડ ટ્રેનના ડ્રાઇવરને દેખાઇ નહોતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેલવે ડ્રાઇવરે જણાવ્યું કે, રાવણ દહનને કારણે આસપાસ ઘણો ધૂમાડો હતો. ઘટનાસ્થળ પર લાઇટની પણ વ્યવસ્થા નહોતી. એટલા માટે કોઇ દેખાતુ નહોતું. રેલવે અધિકારીનું કહેવું છે કે ત્યાં ખૂબ ધૂમાડો હતો જેને કારણે ડ્રાઇવર કાંઇ જોવામાં અસમર્થ હતો. તે સિવાય ટ્રેન વળાંક મારી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેલવે ડ્રાઇવરની ઓળખ સાર્વજનિક કરવામાં આવી નથી, રેલવે અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે. રેલવેના કહેવા અનુસાર, રાવણ દહન જોવા માટે આટલી મોટી સંખ્યામાં રેલવેના પાટા પર એકઠા થવું સ્પષ્ટ રીતે અતિક્રમણનો મામલો હતો અને આ કાર્યક્રમ માટે રેલવે દ્ધારા કોઇ મંજૂરી આપવામાં આવી નથી. અમૃતસર વહીવટીતંત્ર પર આ દુર્ઘટનાની જવાબદારી નાખતા સતાવાર સૂત્રોએ જણાવ્યું કે, સ્થાનિક અધિકારીઓને દશેરાના કાર્યક્રમની જાણકારી હતી અને તેમાં નવજોત સિંહ સિદ્ધુની પત્ની પણ હાજર રહી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, અમને આ અંગેની જાણકારી આપવામાં આવી નહોતી અને અમારી તરફની કાર્યક્રમની કોઇ મંજૂરી પણ અપાઇ નહોતી. સ્થાનિક વહીવટીતંત્રએ જવાબદારી લેવી જોઇએ. કેન્દ્રિય રેલવે રાજ્યમંત્રી મનોજ સિંહાએ કહ્યું કે, સ્થાનિક વહીવટીતંત્રએ કાર્યક્રમની કોઇ સૂચના રેલવે વિભાગને આપી નહોતી. જો રેલવેને જાણકારી આપવામાં આવી હોત તો રેલવે દ્ધારા ગાઇડલાઇન નિશ્વિત રીતે જાહેર કરવામાં આવી હોત. ટ્રેનની ઝડપ અંગે તેમણે કહ્યું કે, સ્પીડ પર નિયંત્રણ ટ્રેકના આધારે લગાવવામાં આવે છે નહી કે ભીડને જોઇને.

ટોપ સ્ટોરી

હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

Embed widget