શોધખોળ કરો
Advertisement
Viral Video: દારૂની દુકાન પર જોવા મળ્યું સોશિયલ ડિસ્ટન્સિંગનું શાનદાર ઉદાહરણ, આનંદ મહિન્દ્રાએ પણ કર્યું ટ્વીટ
વીડિયોમાં ગ્રાહક દારૂની દુકાનની બહાર અંતર રાખીને ઉભો જોવા મળી રહ્યો છે. દુકાનથી એક લાંબા પાઈપ દ્વારા ગ્રાહકને પ્લાસ્ટિકની બોટલ ડિલીવરી થાય છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે કારોબારમાં નવી નવી રીત અપનાવી હ્યા છે. દારૂની દુકાનદારે સોશિયલ ડિસ્ટન્સિંગની એક એવી અનોખી રીત અપનાવી છે જેનાથી દિગ્ગજ કારોબારી આનંદ મહિન્દ્રાની આંખ પણ બચી ન શકી. તેમણે વીડિયોને પોતાના ટ્વીટર પર પોસ્ટ કર્યો છે.
વીડિયોમાં ગ્રાહક દારૂની દુકાનની બહાર અંતર રાખીને ઉભો જોવા મળી રહ્યો છે. દુકાનથી એક લાંબા પાઈપ દ્વારા ગ્રાહકને પ્લાસ્ટિકની બોટલ ડિલીવરી થાય છે. જેમાં રોકડ રાખીને ગ્રાહક ફરીથી એ જ પાઈપ દ્વારા દુકાદનદાર સુધી પહોંચાડી દે ચે. થોડા સમય પચી પ્લાસ્ટિકની બોટલ ગ્રાહક સુધી પરત ફરે છે. ત્યાર બાદ ફરી એક વખત બે બોટલની લાંબા પાઈપ દ્વારા દુકાનથી નીકળતી જોવા મળે છે.
દુકાકનદારના આ દેશી જુગાડ જોઈ આનંદ મહિન્દ્રા ભવિષ્યવાણી કરવાથી ન ચૂક્યા. તેમણે લખ્યું કે, લોકેના સંપર્કમાં આવ્યા વગર ડિલીવરી કરવાની અનોખી રીત ચલણમાં જોવા મળશે. તેમની પોસ્ટ પર ફેન્સ તરફથી પ્રતિક્રિયાનો વરસાદ થયો. સોશિયલ મીડિયા યૂઝર સતત પોતાની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક ટ્વિટર યૂઝરે લખ્યું, “ઘણાંબધા કારોબાર ખત્મ થઈ જશે અને ઘણાં કારોબાર ચમકી જશે.” અનોખા જુગાડની આ પ્રથમ તસવીર નથી. સોશિયલ મીડિયા પર સોશિયલ ડિસ્ટન્સિંગ માટે અપનાવવામાં આવેલ જુગાડની એક તસવીર મેમાં સામે આવી હતી. જેમાં એક દૂધવાળા દૂધની સપ્લાઈ માટે કીપ અને પાઇપનો ઉપયોગ કરતાં ગ્રાહકને દૂધ આપી રહ્યા હતા.This clip’s been circulating for a bit. Clever,but crude,so it points to an opportunity for aesthetic ‘contactless’ storefront design. The future is Bluetooth-enabled shelf-browsing+chute-enabled cash exchange & delivery to your waiting hands/car. @PininfarinaSpA @tech_mahindra pic.twitter.com/gGF2jUYs7l
— anand mahindra (@anandmahindra) June 14, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement