શોધખોળ કરો
Advertisement
કોરોનાની લડાઇમાં મદદે આવ્યા વધુ એક બિઝનેસમેન, અનિલ અગ્રવાલ આપશે 100 કરોડ રૂપિયા
કોરોનાની લડાઇમાં દેશના ઉદ્યોગપતિઓ મદદ માટે આગળ આવ્યા છે. પહેલ આનંદ મહિન્દ્રા બાદમાં પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્મા અને હવે વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ મદદે આવ્યા છે.
નવી દિલ્હીઃ કોરોનાની લડાઇમાં દેશના ઉદ્યોગપતિઓ મદદ માટે આગળ આવ્યા છે. પહેલ આનંદ મહિન્દ્રા બાદમાં પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્મા અને હવે વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ મદદે આવ્યા છે. અનિલ અગ્રવાલે કોરોનાને રોકવા માટે 100 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.
તેમણે ટ્વિટ કરી જણાવ્યુ કે આ મહામારીને રોકવા માટે હું 100 કરોડ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરું છુ. આ એ સમય છે જ્યારે દેશને અમારી સૌથી વધુ જરૂર છે. તમામ લોકો હતાશ થઇ રહ્યા છે. ખાસ કરીને દરરોજ કામ કરીને કમાનારા મજૂરોને લઇને હું ચિંતિત છું. અમે અમારી તરફથી મદદનો પ્રયાસ કરીશું.
આ અગાઉ આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરી મદદની જાણકારી આપી હતી. તેમણે લખ્યુ કે, અનેક રિપોર્ટના આધારે માનવામાં આવે છે કોરોના મહામારી ભારતમાં સ્ટેજ-3માં પ્રવેશ કરી ચૂકી છે. અમે અમારા અસોસિયેટ્સને કોરોના સાથે જોડાયેલા ફંડમાં યોગદાન આપવા પ્રેરીત કરીશું. મહિન્દ્રા પોતાની આખી સેલેરી દાન આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement