શોધખોળ કરો
Advertisement
રાફેલ ડીલ મામલે અનિલ અંબાણીએ નેશનલ હેરાલ્ડ પર કર્યો 5 હજાર કરોડનો માનહાનિનો કેસ
નવી દિલ્હી: જાણીતા બિઝનેસમેન અનિલ અંબાણીની રિલાયન્સ સમૂહવાળી કંપનીઓએ કૉંગ્રેસના સ્વામિત્વવાળા અખબાર ‘નેશનલ હેરાલ્ડ’ પર 5 હજાર કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ કર્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે, સમાચારપત્રમાં રાફેલ વિમાન ડિલને લઈને પ્રકાશિત એક લેખ ‘માનહાનિકારક’ અને ‘અપમાનજક છે’. રિલાયન્સ ડિફેન્સ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચરે માનહાનિનો કેસ નેશનલ હેરાલ્ડના પ્રકાશક એસોસિએટ જર્નલ્સ લિમિટેડ, તેના પ્રભારી સંપાદક જફર આગા અને સમાચાર લખનાર પત્રકાર વિશ્વદીપક વિરુદ્ધ કર્યો છે.
રિલાયન્સની આ કંપનીઓ અનિલ અંબાણી અને નીત રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલી છે. આ કેસ શુક્રવારે દીવાની અને સત્ર ન્યાયાધીશ પી જે તમાકુવાલાની અદાલતમાં કરવામાં આવ્યો છે. તેમણે પ્રતિવાદીઓને નોટિસ જારી કરી સાત સપ્ટેમ્બર સુધી જવાબ માંગ્યો છે. આ કેસમાં કંપનીઓએ આરોપ લગાવ્યો છે કે મોદી દ્વારા રાફેલ ડીલની જાહેરાતના 10 દિવસ પહેલા બનાવી રિલાયન્સ ડિફેન્સ શીર્ષક થી પ્રકાશિત લેખ માનહાનિકારક અને અપમાનજક છે અને આ લોકોનેને એ વાત માનવા માટે ગેરમાર્ગે દોરે છે કે સરકાર તેમને અનુચિત વ્યાપારિક ફાયદો પહોંચાડી રહી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, લેખમાં નકારાત્મક છબિ રજૂ કરવામાં આવી છે અને રિલાયન્સ સમૂહ અને તેના અધ્યક્ષ અનિલ અંબાણીની સાર્વજનિક છબિને નુકસાન પહોંચી છે. અરજીમાં 5000 કરોડ રૂપિયાની ક્ષતિપૂર્તિની માંગ કરતા કહેવામાં આવ્યું છે કે તેનાથી અરજીકરનાનર કંપનીઓની પ્રતિષ્ઠા અને ગુડવિલને નુકસાન પણ થયું છે. આ પહેલા પણ અનિલ અંબાણી નીત રિલાયન્સ સમૂહે કૉંગ્રેસના અનેક નેતાઓને કાનૂની નોટિસ પણ મોકલી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement