શોધખોળ કરો
Advertisement
બીજી ઓક્ટોબરથી અન્ના હજારે કરશે ભૂખ હડતાળ, PM મોદીને લખ્યો પત્ર
મહારાષ્ટ્ર: સામાજીક કાર્યકર્તા અન્ના હજારેએ બીજી ઓક્ટોબરથી ભૂખ હડતાળનું એલાન કર્યું છે. અન્ના હજારેએ વડાપ્રધાન પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી સરકાર લોકપાલ આંદોલનના કારણે કેન્દ્રની સત્તામાં આવી છે. પરંતુ ચાર વર્ષ વીતી ગયા પણ સરકાર કોઈ ના કોઈ કારણથી લોકપાલ અને લોકાયુક્તની નિયુક્તિને ટાળી રહી છે. તેમણે કહ્યું કે તે લોકપાલ નિયુક્તને લઈને બીજી ઓક્ટબરથી ભૂખ હડતાળ શરૂ કરશે અને તેઓ પોતાના આ નિર્ણય પર અડગ છે.
અન્ના હજારેએ વડાપ્રધાન મોદીને ગુરુવારે પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે, ચાર વર્ષમાં સરકારે બહાનાબાજી કરી અને લોકપાલની નિયુક્તિ કરી નથી. અન્નાએ લખ્યું કે, લોકપાલ અને લોકાયુક્તની નિયુક્તિ માટે 16 ઓગસ્ટ 2011ના રોજ દેશ આખો રસ્તા પર ઉત્તરી આવ્યો હતો. તમારી સરકાર આ આંદોલનના કારણે સત્તામાં આવી છે.
અન્નાએ આ પહેલા પણ જાહેરાત કરી હતી કે ગાંધી જયંતીના અવસર પર 2જી ઓક્ટોબરથી રાલેગણ સિદ્ધીમાં અનશન કરશે. તેમણે શુક્રવારે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે ખેડૂતોને તેના ઉત્પાદનનો યોગ્ય ભાવ નથી મળી રહ્યા છે. જેને લઈને ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion