શોધખોળ કરો
Advertisement
‘પોતાના બાળકોને ‘ચોકીદાર’ બનાવવા માંગો છો તો મોદીને વોટ આપો’ : અરવિંદ કેજરીવાલ
નવી દિલ્હી: ભાજપના ‘મૈ ભી ચોકીદાર’ ચૂંટણી અભિયાન પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિશાન સાધ્યું છે. કેજરીવાલે બુધવારે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે જે લોકો પોતાના બાળકોને ‘ચોકીદાર’ બનાવવા માંગે છે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોટ આપવો જોઈએ.
આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલે ટ્વિટ કર્યું કે, ‘મોદીજી સમગ્ર દેશને ચોકીદાર બનવા માંગે છે. જો તમે પણ તમારા બાળકોને ‘ચોકીદાર’ બનાવવા માંગો છો તો મોદીજી ને મત આપવો જોઈએ. અને જો બાળકોને સારી શિક્ષા આપીને ડોક્ટર, એન્જીનિયર, વકીલ બનાવવા માંગતા હોઉ તો ભલેણા-ગણેલા ઇમાંદાર લોકોની પાર્ટી આમ આદમી પાર્ટીને મત આપો.
ભાજપના ‘મૈ ભી ચોકીદાર’ ચૂંટણી અભિયાન હેઠળ પીએમ મોદી અને મંત્રીઓ સહિત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ પોતાના ટ્વિટર હેન્ડલ પર નામ સાથે ચોકીદાર લગાવી લીધું છે. ત્યારે બુધવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ 25 લાખ ચોકીદારો સાથે ઓડિયો સંવાદથી વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક લોકો ચોકીદારોને ચોર કહી રહ્યાં છે, જે દુખની વાત છે. ચોકીદાર માટે ડ્યૂટી જ તહેવાર બની જાય છે. બુરાઈ સામે લડનાર દરેક વ્યક્તિ ચોકીદાર છે. તેના બાદ પીએમ મોદી 31 માર્ચે વીડિયો કોન્ફ્રેન્સ મારફતે દેશના લગભગ 500 લોકેશન પર તે ચોકીદારો સાથે વાત કરશે જે ચોકીદાર અભિયાન સાથે જોડાયેલા છે. PM મોદી બોલ્યા- નામદારોની આદત છે, કામદારો પ્રત્યે નફરત ફેલાવવી લંડનની કોર્ટે PNB કૌભાંડના આરોપી નીરવ મોદીની જામીન અરજી ફગાવી, 29 માર્ચ સુધી જેલમાં રહેવું પડશે લોકસભા ચૂંટણી: ગુજરાતની કઈ 6 બેઠકો પર કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓની ટીકિટ ફાઈનલ? જાણો આ રહ્યા નામ ભાજપના આ અભિયાનને કૉંગ્રેસ સહિત અન્ય વિપક્ષ પક્ષોએ પણ કટાક્ષ કર્યા હતા. રાહુલે એક રેલીમાં પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે ‘રાફેલ ડીલમાં દેશના ચોકીદારની પોલ ખુલી ગઈ છે. જ્યારે ચોકીદાર પોતે જ ચોર બની જાય તો દેશની પ્રગતિ કઈ રીતે કરશે ? જ્યારે તમે તમામ વસ્તુની ચોરી કરી રહ્યાં છો તો પોતાના તમામ નેતાઓને ચોકીદાર કેમ બનાવી દીધા? કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ‘મે ભી ચોકીદાર’ અભિયાન પર ટિપ્પણી કરી હતી. તેઓએ સોમવારે કહ્યું હતું કે ‘મને એક ખેડૂતે કહ્યું હતું કે ચોકીદાર તો અમીરોના હોય છે. અમે ખેડૂતો તો ખૂદ ચોકીદાર છે.मोदी जी पूरे देश को चोकीदार बनाना चाहते हैं।
अगर आप भी अपने बच्चों को चोकीदार बनाना चाहते हैं तो मोदी जी को वोट दें। पर अगर आप अपने बच्चों को अच्छी शिक्षा देकर डाक्टर, इंजीनियर, वक़ील बनाना चाहते हैं तो पढ़े लिखे ईमानदार लोगों की पार्टी आम आदमी पार्टी को वोट दें — Arvind Kejriwal (@ArvindKejriwal) March 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion