શોધખોળ કરો

Arvind Kejriwal Arrested: જો કેજરીવાલ રાજીનામું નહીં આપે તો શું થશે? દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગું થવાની સંભાવના કેટલી?

Arvind Kejriwal Arrested: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુરુવારે (21 માર્ચ) એક્સાઇઝ કૌભાંડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પ્રથમ મુખ્યમંત્રી છે જેમની પદ પર રહેતા ધરપકડ થઈ છે.

Arvind Kejriwal Arrested: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુરુવારે (21 માર્ચ) એક્સાઇઝ કૌભાંડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પ્રથમ મુખ્યમંત્રી છે જેમની પદ પર રહેતા ધરપકડ થઈ છે. આમ આદમી પાર્ટી (AAP) કહે છે કે તેઓ આ પદ પર ચાલુ રહેશે. જો અરવિંદ કેજરીવાલ રાજીનામું નહીં આપે તો દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ થઈ શકે છે. દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે અને આવી સ્થિતિમાં લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

કાયદા હેઠળ, એલજીને બંધારણીય તંત્રના ભંગાણ અથવા બંધારણીય વ્યવસ્થાની નિષ્ફળતાને ટાંકીને રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરવાનો અધિકાર છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 239 એબીમાં એલજીને આ અધિકાર આપવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે ક્યારે અને કયા રાજ્યમાં અને કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું -

પ્રધાનમંત્રી કેટલી વાર લાગ્યું રાષ્ટ્રપતિ શાસન
નરેન્દ્ર મોદી 8
મનમોહન સિંહ 10
પીવી નરસિમ્હા રાવ 11
રાજીવ ગાંધી 6
ઈન્દિરા ગાંધી 48
જવાહર લાલ નહેરુ 7

ક્યારે ક્યા રાજ્યમાં લાગું થયું રાષ્ટ્રપતિ શાસન?

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ ક્યારે લાગ્યું રાષ્ટ્રપતિ શાસન ક્યારે હટ્યું રાષ્ટ્રપતિ શાસન
મહારાષ્ટ્ર 28 સપ્ટેમ્બર, 2014  31 ઓક્ટોબર, 2014
અરુણાચલ પ્રદેશ 26 જાન્યુઆરી, 2016 19 ફેબ્રુઆરી, 2016
ઉત્તરાખંડ 27 માર્ચ, 2016 11 મે, 2016
મહારાષ્ટ્ર 12 નવેમ્બર, 2016 23 નવેમ્બર, 2019
જમ્મુ અને કાશ્મીર 9 જાન્યુઆરી, 2016 1 માર્ચ, 2015
જમ્મુ અને કાશ્મીર 8 જાન્યુઆરી, 2016 4 અપ્રીલ, 2016
જમ્મુ અને કાશ્મીર 19 ફેબ્રુઆરી, 2018 31 ઓક્ટોબર, 2019
પુડુચેરી 23 ફેબ્રુઆરી, 2021 5 મે, 2021

દિલ્હીના લિકર પોલિસી કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. તેમની પહેલા મનીષ સિસોદિયા અને AAP સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તે બંને જેલમાં છે. તે જ સમયે, દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂકેલા સત્યેન્દ્ર જૈન પણ જેલમાં છે. આવી સ્થિતિમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જો અરવિંદ કેજરીવાલ રાજીનામું આપશે તો દિલ્હીની જવાબદારી કોણ લેશે. આ માટે આતિશી, સૌરભ ભારદ્વાજ અને અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલના નામની ચર્ચા થઈ રહી છે. તે જ સમયે, આમ આદમી પાર્ટીના કન્વીનર માટે આતિશી, પંજાબના સીએમ ભગવંત માન અને સુનીતા કેજરીવાલના નામ સામે આવી રહ્યા છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે (21 માર્ચ 2024) દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. લિકર પોલિસીમાં મની લોન્ડરિંગના કેસમાં બે કલાકની પૂછપરછ બાદ EDએ કેજરીવાલની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ તેને શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યો હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
Embed widget