શોધખોળ કરો

‘દીકરો એટલો મોટો થઈ ગયો કે હવે તે માતાને આંખ બતાવી રહ્યો છે.... ', કેજરીવાલે RSS ચીફને પૂછ્યા 5 સવાલ

CM Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલે RSS પ્રમુખ મોહન ભાગવતને પૂછ્યું કે જે રીતે PM મોદી CBI નો ડર બતાવીને સરકારો પાડી રહ્યા છે શું RSS તેની સાથે સંમત છે?

CM Arvind Kejriwal: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જંતર મંતર પર 'જનતાની અદાલત'ને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે PM મોદી અને કેન્દ્રની NDA સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. અરવિંદ કેજરીવાલે RSS પ્રમુખ મોહન ભાગવતને પણ 5 સવાલો પૂછ્યા. તેમણે પૂછ્યું કે જે રીતે PM મોદી CBI નો ડર બતાવીને સરકારો પાડી રહ્યા છે શું RSS તેની સાથે સહમત છે?

અરવિંદ કેજરીવાલે સંઘ પ્રમુખને પૂછ્યા આ 5 સવાલો

  1. જે રીતે મોદીજી ED CBI નો ડર બતાવીને સરકારો પાડી રહ્યા છે શું RSS તેની સાથે સંમત છે?
  2. મોદીજીએ સૌથી ભ્રષ્ટ નેતાઓને BJP માં સામેલ કરાવ્યા. શું RSS મોદીજી સાથે સંમત છે?
  3. JP નડ્ડાના નિવેદનથી RSS દુઃખી થયું કે નહીં?
  4. 75 વર્ષનો નિયમ મોદીજી પર લાગુ પડશે કે નહીં?
  5. BJP RSS ની કૂખમાંથી જન્મી છે. કહેવાય છે કે એ જોવું RSS ની જવાબદારી છે કે BJP પથભ્રષ્ટ ન થાય. શું તમે આજની BJP ના પગલાંઓથી સહમત છો? શું તમે ક્યારેય મોદીજીને આ બધું ન કરવા માટે કહ્યું?

અમે પ્રામાણિકતાથી ચૂંટણી લડીને બતાવ્યું - કેજરીવાલ

AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, અન્ના આંદોલન 4 એપ્રિલ 2011 ના રોજ જંતર મંતરથી શરૂ થયું હતું. ત્યારે સરકારે અમને ચેલેન્જ કરી હતી કે ચૂંટણી લડીને બતાવો, જીતીને બતાવો. અમે પણ ચૂંટણી લડી લીધી. દેશની અંદર સાબિત કરી દીધું કે પ્રામાણિકતાથી ચૂંટણી લડી શકાય છે અને પ્રામાણિકતાથી ચૂંટણી જીતી પણ શકાય છે. અમે સરકાર ચલાવી. વીજળી પાણી મફત કરી દીધું. બસોમાં મહિલાઓનો પ્રવાસ મફત કરી દીધો. સારવાર મફત કરી દીધી. શાનદાર હોસ્પિટલો અને શાળાઓ બનાવી દીધી. આ જોઈને મોદીજી ગભરાઈ ગયા અને અમારા પર ખોટા આરોપો લગાવી દીધા અને જેલમાં મોકલી દીધા.

કેજરીવાલે દિલ્હી દારૂ નીતિ કૌભાંડનો ઉલ્લેખ કરતા કહ્યું, વકીલોએ કહ્યું કે આ કેસ દસ વર્ષ પણ ચાલી શકે છે. હું આ દાગ સાથે નથી જીવી શકતો. એટલે વિચાર્યું કે જનતાની અદાલતમાં જઈશ. જો હું બેઈમાન હોત તો વીજળી મફત કરવાના ત્રણ હજાર કરોડ ખાઈ જાત, મહિલાઓનું ભાડું મફત ન કરત, બાળકો માટે શાળાઓ ન બનાવત. ખરેખર, અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી આ કેસમાં જામીન મળ્યા છે, તે પછી તેમણે CM પદેથી રાજીનામું આપી દીધું.

આ પણ વાંચોઃ

જ્યાં જ્યાં સરકાર મંદિરોમાં આવીને વ્યવસ્થા કરવા લાગી છે ત્યાં ધર્માચાર્યો સામે આવે અને....

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

Embed widget