Assam Floods: આસામમાં પૂરના કારણે ગંભીર પરિસ્થિતિ, મૃત્યુઆંક 90 પર પહોંચ્યો
આસામમાં પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે. લાખો લોકોના વિસ્થાપન સાથે રાજ્યમાં પૂરના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. માહિતી આપતાં આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે રાજ્યમાં સાત વધુ મોત થયા છે.
Assam flood: આસામમાં પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે. લાખો લોકોના વિસ્થાપન સાથે રાજ્યમાં પૂરના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. માહિતી આપતાં આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે રાજ્યમાં સાત વધુ મોત થયા છે. આ સાથે આસામમાં પૂરના કારણે કુલ મૃત્યુઆંક 90 પર પહોંચી ગયો છે. સ્ટેટ ડિઝાસ્ટર ઓથોરિટીએ તાજેતરના પૂર અહેવાલમાં જણાવ્યું છે કે ગોલપારા જિલ્લામાં તેમની બોટ પલટી જવાથી પાંચ લોકોના મોત થયા છે, જ્યારે નાગાંવ અને જોરહાટ જિલ્લામાં પૂરના પાણીમાં ડૂબી જવાથી એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
Assam: Seven more people dead in flood-related incidents, death toll touches 90
— ANI Digital (@ani_digital) July 13, 2024
Read @ANI Story | https://t.co/57nOnkGCjn#Assam #Floods #ASDMA pic.twitter.com/fFqkAi8xrf
12.33 લાખથી વધુ લોકો હજુ પણ પૂરથી પ્રભાવિત
જો કે રાજ્યમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો છે. અધિકારીઓએ કહ્યું કે પૂરના પાણી ઓછુ થવા લાગ્યા છે. આસામના 24 જિલ્લાઓમાં 12.33 લાખથી વધુ લોકો હજુ પણ પૂરથી પ્રભાવિત છે. 75 મહેસુલી ગામો હેઠળ આવતા 2406 ગામો અને ત્યાંનો 32924.32 હેક્ટર પાક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે.
આસામના જે જિલ્લાઓ પૂર માટે સંવેદનશીલ છે તેમાં સમાવેશ થાય છે- કછાર, ધુબરી, નાગાંવ, કામરૂપ, ડિબ્રુગઢ, ગોલાઘાટ, નલબાડી, બારપેટા, ધેમાજી, શિવસાગર, ગ્વાલપાડા, જોરહાટ, મોરીગાંવ, લખીમપુર, કરીમગંજ, દારાંગ, માજુલી, વિશ્વનાથ, હૈલાકાંડી, બોંગાઈગાંવ, દક્ષિણ સલમારા, ચિરાંગ, તિનસુકિયા અને કામરૂપ (એમ) છે.
ધુબરી જિલ્લામાં સૌથી વધુ 3,18,326 લોકો અસરગ્રસ્ત છે. આ પછી કછાકમાં 1,48,609 લોકો, ગોલાઘાટમાં 95,277, નાગાંવમાં 88,120, ગોલપારામાં 83125, માજુલીમાં 82,494, ધેમાજીમાં 73,662 અને દક્ષિણ સલમારા જિલ્લામાં 63,400 લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
રાજ્યની ઘણી નદીઓનું જળસ્તર હવે ઘટી રહ્યું છે, પરંતુ બ્રહ્મપુત્રા નદીની સાથે બુરહિડીહિંગ નદી, દિસાંગ નદી અને કુશિયારા નદીનું જળસ્તર હજુ પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે.
180 જંગલી પ્રાણીઓના મોત થયા
જણાવી દઈએ કે પૂર પ્રભાવિત જિલ્લાઓમાં 2.95 લાખથી વધુ લોકો 316 રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે. પૂરમાં 6,67,175 થી વધુ પ્રાણીઓ પણ પ્રભાવિત થયા છે. દરમિયાન, કાઝીરંગા નેશનલ પાર્કમાં આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 10 ગેંડા સહિત 180 જંગલી પ્રાણીઓના મોત થયા છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial