Atiq-Ashraf : ડરનો પર્યાય અશરફ અને અતિક બન્યા 'અતિત', કસારી મસારી કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક
Atiq and Ashraf Ahmed Buried : એક સમયે આખા ઉત્તર પ્રદેશને ધ્રુજાવનારા માફિયા ભાઈઓ અતીક અને અશરફ અહેમદ આજે કસારી મસારી કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક થયા હતાં.
Atiq and Ashraf Ahmed Buried : એક સમયે આખા ઉત્તર પ્રદેશને ધ્રુજાવનારા માફિયા ભાઈઓ અતીક અને અશરફ અહેમદ આજે કસારી મસારી કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક થયા હતાં. પ્રયાગરાજમાં માર્યા ગયેલા ગેંગસ્ટર અને પૂર્વ બાહુબલી સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને કસારી મસારી કબ્રસ્તાનમાં સોંપવામાં આવ્યા હતા. બંનેના મૃતદેહ કડક સુરક્ષા વચ્ચે કસારી મસારી કબ્રસ્તાન પહોંચ્યા હતાં અને ત્યારબાદ તેમના સંબંધીઓની હાજરીમાં દફનાવવામાં આવ્યા હતાં. અંતિમ વિધિમાં અતિકના બંને સગીર પુત્રો એહજામ અને અબાનને તેમના પિતાના અંતિમ દર્શન માટે બાળ સુધાર ગૃહમાંથી કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યા હતા. બીજી અતિકની બંને દીકરીઓ પણ પિતાને અંતિમ વિદાય આપવા આવી પહોંચી હતી.
અતિકની પત્ની શાઈસ્તા પરવિન પત્નીને અંતિમ વિદાય આપવાથી ગેરહાજર રહી હતી. શાઈસ્તા હાલ ફરાર ચાલી રહી છે. થોડા દિવસો પહેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અતીકના પુત્ર અસદને પણ આ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. સ્મશાનમાં ખુણે ખુણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અગાઉ અતીક અને અશરફનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, આ પોસ્ટમોર્ટમ પાંચ ડોકટરોની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આજે રવિવારે રાત્રે બંનેને કસારી મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતાં. એસઆરએન હોસ્પિટલમાં અતીક અને અશરફ અહેમદનું પોસ્ટમોર્ટમ થતાં જ મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા હતા. ભારે પોલીસ બંદોબસ્ત સાથે પરિવાર અતીક અને અશરફના મૃતદેહોને લઈને કસારી મસારી કબ્રસ્તાન ખાતે સોંપણી માટે પહોંચ્યા હતા. અતીકના બંને સગીર પુત્રો એહજામ અને અબાનને તેમના પિતાના અંતિમ દર્શન માટે બાળ સુધાર ગૃહમાંથી કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યા હતા. બીજી અતિકની બંને દીકરીઓ પણ પિતાને અંતિમ વિદાય આપવા આવી પહોંચી હતી. કબ્રસ્તાનમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, જ્યારે ચારે તરફ આઈએફ ફોર્સનો ચાંપતો બંદોબસ્ત હતો.
આતિકની ડેડ બોડી લગભગ અડધો કલાક પહેલા પહોંચી ગઈ હતી. અશરફનો મૃતદેહ પણ કસારી મસારી કબ્રસ્તાનમાં પહોંચ્યો હતો. તેને ઈસ્લામિક વિધિ મુજબ સ્નાન કરાવવામાં આવ્યું હતું. અશરફના મૃતદેહને પણ આ જ રીતે દફનવિધિ માટે તૈયાર કરવામાં આવ્યો હતો.
અતીકને માતા-પિતા અને પુત્રની કબર પાસે દફનાવવામાં આવશે
અતીક અહેમદને તેના પિતા હાજી ફિરોઝ અહેમદ અને માતાની કબર પાસે દફનાવવામાં આવશે. અતીકના ત્રીજા પુત્ર અસદને પણ 15 એપ્રિલે સવારે 9 વાગ્યે તે જ જગ્યાએ દફનાવવામાં આવ્યો હતો. હવે અતીક અને તેના ભાઈ અશરફને અહીં દફનાવવામાં આવ્યા હતાં. જ્યારે પોલીસ હજી પણ અતીકની પત્ની શાઇસ્તાની રાહ જોઈ બેઠી હતી.
અતિકની પત્ની શાઈસ્તાને લઈને અફવાનું બજાર ગરમ
અગાઉ એવી માહિતી હતી કે અતિક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન કે જે હાલ ફરાર ચાલી રહી છે તે પણ પતિને અંતિમ વિદાય આપવા દફન વિધિ દરમિયાન હાજર રહી શકે છે. આ સાથે જ શાઈસ્તા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરે તેવી શકયતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ એમ થઈ શક્યું નહોતુ. સઘન સુરક્ષા વચ્ચે અતીકના મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.