શોધખોળ કરો
Advertisement
સિયાચીનમાં 18 હજાર ફૂટની ઉંચાઇ પર હિમસ્ખલન, બરફમાં ફસાયા સૈન્યના 8 જવાન
જવાનોને બચાવવા માટે સૈનિકોએ તરત રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું
નવી દિલ્હીઃ દુનિયાના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર ગણાતા સિયાચિન ગ્લેશિયરમાં થયેલા હિમસ્ખલનમાં આઠ સૈનિક ફસાયા છે. એક રિપોર્ટ અનુસાર, આ ક્ષેત્રમાં સોમવારે બપોરે હિમસ્ખલન થયુ હતું જેમાં પેટ્રોલિંગ ટીમના આઠ જવાનો ફસાયા હતા. જવાનોને બચાવવા માટે સૈનિકોએ તરત રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. 18000 ફૂટની ઉંચાઇ પર થયેલા આ દુર્ઘટનામાં ફસાયેલા જવાનોની અત્યાર સુધી કોઇ ખબર મળી શકી નહીં.
સૈન્યના સૂત્રોના મતે સોમવારે બપોરે લગભગ ત્રણ વાગ્યે સિયાચિનમાં થયેલા એક ભીષણ હિમસ્ખલન બાદ ભારતીય સૈન્યના આઠ જવાનો બરફમાં ફસાઇ ગયા હતા. આ હિમસ્ખલનની સૂચના મળ્યા બાદ સૈન્યએ પોતાના જવાનોની શોધમાં એક મોટું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. નોંધનીય છે કે કારકોરમ ક્ષેત્રમાં લગભગ 20 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત સિયાચિન ગ્લેશિયર વિશ્વમાં સૌથી ઉંચુ સૈન્ય ક્ષેત્ર માનવામાં આવે છે જ્યાં સૈનિકોને ફ્રોસ્ટબાઇટ અને ઝડપી હવાઓનો સામનો કરવો પડે છે. ગ્લેશિયર પર ઠંડી દરમિયાન હિમસ્ખલનની ઘટનાઓ સામાન્ય છે. સાથે અહી તાપમાન શૂન્યથી માઇનસ 60 ડિગ્રી જતું રહે છે. અગાઉ અનેકવાર સિયાચિનમાં થયેલી હિમસ્ખલનના કારણે જવાનોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.Army Sources: Avalanche hits Army positions in the Siachen Glacier where some Army jawans are stuck under snow. Rescue and recovery operations are on by the troops. The avalanche had taken place in the Northern Glacier where altitude is around 18,000 feet and above pic.twitter.com/djaAlTp0qq
— ANI (@ANI) November 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement