શોધખોળ કરો

રામ મંદિર ભૂમિ પૂજનઃ પ્રધાનમંત્રી મોદીના આ 5 નિવેદનની થઈ રહી છે ચર્ચા

આજે PM મોદીએ જયશ્રી રામના બદલે જય સિયા રામનો નારો લગાવ્યો હતો. આ પહેલા મંદિર આંદોલન સાથે જોડાયેલા નેતા જયશ્રી રામના નારા લગાવતા હતા.

અયોધ્યાઃ પ્રધાનમંત્રી મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું. આ અવસરે તેમણે સંબોધન કર્યુ હતું. આજે તેમણે જયશ્રી રામના બદલે જય સિયા રામનો નારો લગાવ્યો હતો. આ પહેલા મંદિર આંદોલન સાથે જોડાયેલા નેતા જયશ્રી રામના નારા લગાવતા હતા. પ્રધાનમંત્રી મોદીએ આજે પરંપરાગત ધોતી-કુર્તા પહેર્યા હતા. તેમની સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા. મોદીએ કહ્યું કે, રામ જન્મભૂમિ ટ્રસ્ટે મને આમંત્રણ આપ્યું અને ઐતિહાસિક કાર્યક્રમનો હિસ્સો લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આજે ફરી ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. રામ મંદિર માટે ચાલેલા આંદોલનમાં અર્પણ હતું, તર્પણ હતુ, સંઘર્ષ પણ હતો, સંકલ્પ પણ હતો. જેના ત્યાગ, બલિદાન અને સંઘર્ષથી આજે આ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, જેની તપસ્યા રામમંદિરમાં પાયા તરીકે જોડાયેલ રહી છે, હું એ બધાને આજે 130 કરોડ દેશવાસીઓ તરફથી નમન કરું છું.  ભગવાન શ્રી રામનો સંદેશ, રામમંદિરનો સંદેશ, આજે આપણા હજારો વર્ષોની પરંપરાનો સંદેશ, કેવી રીતે વિશ્વ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું પડશે. આપણી જીવન દ્રષ્ટિથી વિશ્વ પરિચિત થાય તે આપણા સૌની વર્તમાન અને ભાવિ પેઢીની જવાબદારી છે. ભગવાન રામે એમ પણ બતાવ્યું છે કે જ્યા સુધી આપણી પાસે તાકાત નહીં હોય ત્યાં સુધી ડર નહીં હોય. આ માટે રાષ્ટ્રએ શક્તિશાળી બનવાની જરૂર છે. પ્રધાનમંત્રીનું મોદીનું આ નિવેદન તાજેતરમાં ચીન સાથે થયેલા વિવાદને લઈ આપવામાં આવ્યું છે. ભારતમાં અયોધ્યામાં સુવર્ણ અધ્યાય રચાઈ રહ્યો છે. મંદિરની સાથે ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છએ. રામ મંદિર માટે જે લોકોએ બલિદાન આપ્યુ છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભગવાન રામ વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ ઈન્ડોનેશિયા સહિત વિશ્વના વિવિધ દેશોમાં આજે પૂજનીય છે. રામ મંદિરના નિર્માણથી સમગ્ર અયોધ્યા ક્ષેત્રની અર્થવ્યવસ્થામાં ઉછાળો આવશે. ભારતની આસ્થામાં રામ છે, આદર્શોમાં રામે છે. ભારતની દિવ્યતામાં રામ છે, ભારતના દર્શનમાં રામ છે.

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget