શોધખોળ કરો
Advertisement
આજે રામ મંદિર ટ્રસ્ટની પહેલી મીટિંગ, એપ્રિલમાં શરૂ થઇ શકે છે નિર્માણ કાર્ય
આ બેઠકોમાં એ વાત પર પણ વિચાર કરવામાં આવી શકે છે કે સામાન્ય લોકો પાસેથી સહયોગ રાશિ લેવી જોઇએ કે નહીં
નવી દિલ્હીઃ રામ મંદિર નિર્માણને લઇને બનેલી શ્રીરામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પહેલી બેઠક આજે દિલ્હીમાં મળવાની છે. કેન્દ્ર સરકાર દ્વારા ગઠિત રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસની પહેલી બેઠક બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાશે, જેમાં રામ મંદિર નિર્માણના મુહૂર્ત સહિત અન્ય બીજા વિષયો પર વિચાર કરવામાં આવી શકે છે.
આ બેઠકોમાં એ વાત પર પણ વિચાર કરવામાં આવી શકે છે કે સામાન્ય લોકો પાસેથી સહયોગ રાશિ લેવી જોઇએ કે નહીં.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ગઠિત ટ્રસ્ટની આજે બેઠક યોજાશે, કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે, મહંત નૃત્ય ગોપાલ દાસ અને ચંપત રાય બન્ને નવા ટ્રસ્ટમાં આવી શકે છે. બેઠકમાં ભાગ લેવા માટે બધા સભ્યો દિલ્હી પહોંચી ગયા છે. આજની બેઠક રામલલાના વકીલ રહેલા કેશવન અય્યંગાર પરાસરણના ઘરે ગ્રેટર કૈલાશમાં યોજાશે.
ટ્રસ્ટની આજની બેઠકમાં શિલાન્યાસના મુહુર્તથી લઇને નિર્માણ પુરુ થવા માટે સમયસીમા નિર્ધારિત કરવાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે. બેઠકમાં પારદર્શી રીતે કામ થાય તેના માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement