શોધખોળ કરો
Advertisement
આયુષ મંત્રાલયના પત્ર બાદ બાબા રામદેવનું ટ્વિટ, કહ્યું-‘આયુર્વેદનો વિરોધ તથા નફરત કરનારાઓ માટે ખૂબજ નિરાશાજનક સમાચાર’
મંગળવારે (23 જૂન) બાબા રામદેવ કોરોનાની સારવાર માટેની દવાનો દાવો કરતા ‘કોરોનિલ’ને લોન્ચ કરી હતી. જો કે, બાદમાં આયુષ મંત્રાલયે બાબા રામદેવની કંપની પંતજલિ આયુર્દેવની ‘દિવ્ય કોરોના કિટ’ની જાહેરાત પર રોક લગાવી દીધી હતી.
નવી દિલ્હી : બાબા રામદેવે પોતાની આર્યુવેદ દવાને લઈ એક ટ્વિટ કરીને કહ્યું કે, આયુર્વેદનો વિરોધ તથા નફરત કરનારાઓ માટે ખૂબજ નિરાશાજનક સમાચાર. આ ટ્વિટમાં તેમણે આચાર્ય બાલકૃષ્ણનું એક ટ્વિટ પણ જોડ્યું છે, જેમાં આયુષ મંત્રાલયે કહ્યું છે કે, તે દવાના ક્લીનિકલ ટ્રાયલ સંબંધિત તમામ દસ્તાવેજો મળી ગયા છે.
બાબા રામદેવે આચાર્ય બાલકૃષ્ણનું જે ટ્વિટ જોડ્યું છે, જેમાં આયુષ મંત્રાલય તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે, તે સંશોધનના પરિણામની ચકાસણી માટે આ દસ્તાવેજોનું અધ્યયન કરશે. આ પત્ર બાદ બાબા રામદેવનું આ ટ્વિટ છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે (23 જૂન) બાબા રામદેવ કોરોનાની સારવાર માટેની દવાનો દાવો કરતા ‘કોરોનિલ’ને લોન્ચ કરી હતી. જો કે, બાદમાં આયુષ મંત્રાલયે બાબા રામદેવની કંપની પંતજલિ આયુર્દેવની ‘દિવ્ય કોરોના કિટ’ની જાહેરાત પર રોક લગાવી દીધી હતી. આયુષ મંત્રાલયે કંપની પાસેથી દવા વિશેની જાણકારી આપવા કહ્યું હતું. બાબા રામદેવને આ દવાના લોન્ચ બાદ ધણી આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ દવાને લઈ અત્યાર સુધી દેશની સર્ટિફાઈડ સંસ્થાઓએ વાત કહી નહોતી.
કોરોનિલ દવાને લઈને આચાર્ય બાલકૃષ્ણએ મંગળવારે આયુષ મંત્રાલયને પત્ર લખ્યો હતો અને હવે તેનો જવાબ પણ આવી ગયો છે, ત્યારે બાબા રામદેવ તેના આધાર પર કહી રહ્યાં છે કે, આયુર્વેદનો વિરોધ કરનારાઓ માટે નિરાશાજનક સમાચાર ગણાવ્યા છે. જો કે, અત્યાર સુધી તેમની દવાને લઈને આયુષ મંત્રાલયે નિશ્ચિતપણે કંઈ કહ્યું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement