માસ્ટર કાર્ડ પર બેન, શું આપનું ક્રેડિટ ડેબિટ કાર્ડ થઇ જશે બ્લોક? જાણો RBIએ શું કરી સ્પષ્ટતા
માસ્ટર કાર્ડ પર બેનની પાંચ પ્રાઇવેટ બેન્કો અને કાર્ડ પ્રસ્તુત કરનાર કંપનીને થશે. રિપોર્ટ મુજબ આ ફેરફારની સૌથી વધુ અસર આરબીએલ બેન્ક અને યસ બેન્કને થશે.
નવી દિલ્લી:માસ્ટર કાર્ડ પર બેનની પાંચ પ્રાઇવેટ બેન્કો અને કાર્ડ પ્રસ્તુત કરનાર કંપનીને થશે. રિપોર્ટ મુજબ આ ફેરફારની સૌથી વધુ અસર આરબીએલ બેન્ક અને યસ બેન્કને થશે.
ભારતીય રિઝર્વ બેન્કે એક સ્ટેટેમેન્ટમાં કહ્યું છે કે, માસ્ટરકાર્ડ પર પ્રતિબંધ લાગી જશે. કાર્ડ પર પ્રતિબંધનું કારણ લોકલ ડેટા સ્ટોરેજના દિશા નિર્દેશનું પાલન ન કરવાનું દર્શાવવામાં આવ્યું છે. જેની અસર પાંચ પ્રાઇવેટ બેન્કની સાથે નોન બેન્ક લેડર્સ અને કાર્ડ ઇસ્યૂ કરતી કંપની પર પણ પડશે.
નોમુરા રિસર્ચ રિપોર્ટ મુજબ આ પ્રતિબંધની સૌથી વધુ અસર આરબીએલ બેન્ક, યસ બેન્ક, બજાજ ફિનસર્વ, પર પડશે. આ બેન્ક જે ક્રિડિટ કાર્ડ સ્કિમ આપે છે. તે તમામ માસ્ટરકાર્ડની અન્ડર જ આવે છે. આ સિવાય ઇંડસઇંડ બેન્ક, આઇસીઆઇસી બેન્ક અને એક્સિસ બેન્ક પર પણ આ નિર્ણયની અસર થશે. આ તમામ બેન્કની ક્રેડિટ કાર્ડ સ્કિમ્સ માસ્ટર કાર્ડ સાથે જોડાયેલી છે.
SBI પર ઓછી અસર થશે
આ કેટેગરીમાં અપવાદ એચડીએફસી બેન્ક છે. ભલે આ બેન્કની પાસે માસ્ટર કાર્ડ હેઠળ તેમની ક્રેડ઼િટ કાર્ડ સ્કિમનો લગભગ 45 હિસ્સો છે પરંતુ આ નિર્ણયની તેના પર વધુ અસર નહીં થાય કારણ કે, તે પહેલાથી જ એક બેન્કના રૂપે નવું કાર્ડ ઇસ્યૂ કરવા માટે પ્રતિબંધિત છે. ભારતીય સ્ટેટ બેન્ક પર પણ આ નિર્ણયની અસર થઇ શકે છે જો કે, બેન્કની માત્ર 10 ટકા સ્કિમ જ માસ્ટર કાર્ડના દાયરામાં આવે છે.
આપના ક્રેડિટ ડેબિટ કાર્ડ પર થશે અસર?
આ નિર્ણય માસ્ટરકાર્ડ ધારક ગ્રાહકોને અસર નહીં કરે. જે લોકો ડેબિટ કે ક્રેડિટ કાર્ડના રૂપે માસ્ટર કાર્ડનો ઉપયોગ કરતા હશે તેમને ચિંતા કરવાની જરૂર નથી. આરબીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે, આ નિર્ણયથી વર્તમાન કાર્ડ ધારકો પર કોઇ અસર નહી પડે. આ નિર્ણય આવનાર સમયમાં માટે બેન્ક અને કાર્ડ ધારકો પર લાગૂ થશે. આપના દ્રારા ઉપયોગમાં હાલ ઉપયોગમાં લેવાના માસ્ટરકાર્ડ એક્ટિવ જ રહેશે.