શોધખોળ કરો
Advertisement
IMFએ કહ્યું- પ્રતિ વ્યક્તિ GDPમાં બાંગ્લાદેશ ભારત કરતાં આગળ નીકળવાની તૈયારીમાં, રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન
આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડે અંદાજ વ્યક્ત કર્યો છે કે બાંગ્લાદેશની પ્રતિ વ્યક્તિ જીડીપી 2020માં ચાર ટકાના દરે વધતા 1877 ડોલરના લેવલ પર છે.
નવી દિલ્હીઃ દેશની અર્થવ્યવસ્થાની બગડતી સ્થિતિને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડ એટલે કે આઈએમએફે હાલમાં જ અંદાજ લગાવ્યો છે કે પ્રતિ વ્યક્તિ જીડીપીના મામલે હવે ભારત બાંગ્લાદેશ કરતાં પાછળ રહેવાની સ્થિતિ પર આવી ગયું છે. આઈએમએફના આ રિપોર્ટને લઈને હવે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ શું ટ્વીટ કર્યું છે?
રાહુલ ગાંધીએ આજે આઈએમએફ તરફથી બહાર પાડવામાં આવેલ પ્રતિ વ્યક્તિ જીડીપીના આંકડાને ટ્વીટ કર્યા છે. આ ટ્વીટમાં રાહુલ ગાંધીએ નિશાન સાધતા કહ્યું કે, ‘ભાજપનો નફરતભર્યા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની 6 વર્ષની ઉપલબ્ધિ. બાંગ્લાદેશ ભારત કરતાં આગળ નીકળવા તૈયાર છે.’
શું છે આઈએમએફનો અંદાજ? જણાવીએ કે, આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડે અંદાજ વ્યક્ત કર્યો છે કે બાંગ્લાદેશની પ્રતિ વ્યક્તિ જીડીપી 2020માં ચાર ટકાના દરે વધતા 1877 ડોલરના લેવલ પર છે. જ્યારે ભારતમાં પ્રતિ વ્યક્તિ જીડીપી બાંગ્લાદેશ કરતાં માત્ર 11 ડોલર વધારે એટલે કે 1888 ડોલર છે. જ્યારે ભારતના પાડોશી નેપાળની પ્રતિ વ્યક્તિ જીડીપી 1116 ડોલર છે.Solid achievement of 6 years of BJP’s hate-filled cultural nationalism: Bangladesh set to overtake India.
👏👏👏 pic.twitter.com/waOdsLNUVg — Rahul Gandhi (@RahulGandhi) October 14, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion