BBC : PM મોદી પર વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી બદલ BBC પર અધધ 10,000 કરોડનો દાવો
BBC સામે માનહાનિનો કેસ વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કર્યો હતો. હરીશ સાલ્વેએ BBCને ચેતવણી આપી છે કે, તેમના માટે આ સમગ્ર મામલામાં માફી માંગે તે વધુ સારું રહેશે.
Delhi High Court Summons : દિલ્હી હાઈકોર્ટે સોમવારે બ્રિટિશ મીડિયા સંસ્થા બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)ને સમન્સ જારી કર્યા છે. BBC સામે 10,000 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ બદનક્ષી સાથે સંબંધિત છે. કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે, BBCએ તાજેતરમાં ગુજરાત રમખાણો પર બે ભાગની ડોક્યુમેન્ટ્રી રજૂ કરી હતી. તેનાથી ભારત અને તેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરાબ થશે.
BBC સામે માનહાનિનો કેસ વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કર્યો હતો. હરીશ સાલ્વેએ BBCને ચેતવણી આપી છે કે, તેમના માટે આ સમગ્ર મામલામાં માફી માંગે તે વધુ સારું રહેશે.
BBCની આ વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી ગુજરાત રમખાણો પર આધારીત છે. ગુજરાત સ્થિત એક NGO દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દિલ્હી હાઈકોર્ટે BBCને સમન્સ જારી કર્યું છે. હાઈકોર્ટમાં દાખલ કરાયેલા કેસમાં કહેવામાં આવ્યું હતું કે, આ ડોક્યુમેન્ટ્રીએ માત્ર વડાપ્રધાન જ નહીં પરંતુ ન્યાયતંત્ર અને સમગ્ર દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. એનજીઓ તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ ડોક્યુમેન્ટ્રીએ ભારત અને ન્યાયતંત્ર સહિત સમગ્ર વ્યવસ્થાને બદનામ કરી છે.
BBC ડોક્યુમેન્ટરી બે ભાગમાં
BBC (યુકે) ઉપરાંત જસ્ટિસ સચિન દત્તાએ BBC (ભારત)ને પણ નોટિસ પાઠવી છે. જેમાં ગુજરાતની એનજીઓ 'જસ્ટિસ ફોર ટ્રાયલ' દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જવાબ માંગવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, BBC (ભારત) સ્થાનિક ઓપરેશન ઓફિસ છે. BBC (યુકે)એ 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' નામની ડોક્યુમેન્ટ્રી બહાર પાડી છે. તેના બે ભાગ છે. તે સપ્ટેમ્બરના રોજ સુનાવણી માટે સૂચિબદ્ધ છે.
BBCને સાલ્વેની ચેતવણી
એનજીઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે, BBC સામે બદનક્ષીનો દાવો એક ડોક્યુમેન્ટ્રીના સંદર્ભમાં છે જેણે ભારત અને ન્યાયતંત્ર સહિત સમગ્ર સિસ્ટમને 'બદનામ' કર્યો છે. આ સમગ્ર મામલાની પ્રતિક્રિયા આપતા સાલ્વેએ કહ્યું છે કે, જો બ્રિટિશ સરકાર સાથે પણ આવું જ કંઈક કરવામાં આવે તો તેમની પ્રતિક્રિયા શું હશે? આ ડોક્યુમેન્ટરી ભારત, તેના વડાપ્રધાન, ન્યાયતંત્ર અને સમગ્ર સિસ્ટમ પર સંપૂર્ણ રીતે કલંક છે. તેમણે BBCને ચેતવણી આપી હતી કે, તે આ મામલે માફી માંગે તો સારું રહેશે.