BBC Documentary: BCC ડોક્યુમેન્ટરીની ટીકા કર્યા બાદ એકે એન્ટનીના દીકરાએ કોગ્રેસ છોડી, આપ્યું રાજીનામું
ગુજરાતના રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટરી અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકે એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીનું ભાજપને સમર્થન મળ્યું છે
AK Antony Son Quits Congress: ગુજરાતના રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટરી અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકે એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીનું ભાજપને સમર્થન મળ્યું છે. તેમણે બુધવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું પણ આપી દીધું હતું. અગાઉ અનિલ એન્ટનીએ કહ્યું હતું કે ભારતીય સંસ્થાઓના અભિપ્રાય પર બ્રિટિશ બ્રોડકાસ્ટરના અભિપ્રાયને મહત્વ આપવાથી દેશની સંપ્રભુતા પર અસર થશે.
I have resigned from my roles in @incindia @INCKerala.Intolerant calls to retract a tweet,by those fighting for free speech.I refused. @facebook wall of hate/abuses by ones supporting a trek to promote love! Hypocrisy thy name is! Life goes on. Redacted resignation letter below. pic.twitter.com/0i8QpNIoXW
— Anil K Antony (@anilkantony) January 25, 2023
પાર્ટી નેતૃત્વને તેમના રાજીનામા પત્રની નકલ શેર કરતા અનિલે ટ્વિટ કર્યું, "મેં @incindia @INCKerala માં મારી ભૂમિકાઓમાંથી રાજીનામું આપ્યું છે." તેમણે કહ્યું કે મારા પર ટ્વીટ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. બીબીસીની આ ડોક્યુમેન્ટરીમાં ગુજરાત રમખાણોની સાથે પીએમ મોદીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અનિલ એન્ટનીએ રાજીનામા પત્રમાં શું લખ્યું?
રાજીનામાના પત્રમાં તેમણે લખ્યું હતું કે ગઈકાલની ઘટનાઓને ધ્યાનમાં રાખીને હું માનું છું કે મારા માટે કોંગ્રેસમાં મારી તમામ ભૂમિકાઓ છોડી દેવી યોગ્ય રહેશે. હું દરેકનો, ખાસ કરીને કેરળ રાજ્યના નેતૃત્વ અને ડૉ. શશિ થરૂરનો આભાર માનું છું. અનિલે આગળ લખ્યું હતું કે મને ખાતરી છે કે મારી પોતાની અનન્ય શક્તિઓ છે જે મને ઘણી રીતે પાર્ટીમાં ખૂબ જ અસરકારક રીતે યોગદાન આપવા સક્ષમ બનાવશે.
અનિલે ડોક્યુમેન્ટ્રી વિશે શું કહ્યું?
તેમણે ટ્વિટર પર કહ્યું કે ભાજપ સાથે તમામ મતભેદો હોવા છતાં ભારતીય સંસ્થાઓના મંતવ્યો કરતાં બીબીસી અને પૂર્વ બ્રિટિશ વિદેશ સચિવ જેક સ્ટ્રોના વિચારોને વધુ મહત્વ આપવું એ એક ખતરનાક પ્રથા છે અને તેનાથી દેશની સંપ્રભુતાને અસર થશે. અનિલ એન્ટનીએ ટ્વીટમાં એમ પણ કહ્યું છે કે બીબીસી એક સરકારી પ્રાયોજિત ચેનલ છે અને તેનો ભારત પ્રત્યે કથિત પૂર્વગ્રહનો ઈતિહાસ છે. તેમણે એમ પણ કહ્યું કે જેક સ્ટ્રોએ 'ઈરાક યુદ્ધની યોજના બનાવી હતી. 2003 માં યુએસની આગેવાની હેઠળના ગઠબંધને ઇરાક પર આક્રમણ કર્યું હતુ. નોંધપાત્ર વાત એ છે કે અનિલ એન્ટની કોંગ્રેસના કેરળ એકમના ડિજિટલ કમ્યુનિકેશનને સંભાળતા હતા.