શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ અભિનેત્રીએ ભાજપમાંથી આપી દીધું રાજીનામું, ભાજપ સાથે કેમ ફાડ્યો છેડો? જાણો કારણ
સુભદ્રા મુખર્જીએ કહ્યું હતું કે, તેઓ એ પાર્ટીમાં ના રહી શકે જેમાં કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર જેવા નેતા છે. દિલ્હી હિંસાએ અંતે મને મજબૂર કરી માટે હું પાર્ટી સાથે રહી ન શકું.
નવી દિલ્હી: એક્ટિંગ છોડીને રાજનીતિમાં આવેલી બાંગ્લા અભિનેત્રી સુભદ્રા મુખર્જીએ દિલ્હી હિંસા બાદ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું હતું. સુભદ્રા મુખર્જીએ કહ્યું હતું કે, તેઓ એ પાર્ટીમાં ના રહી શકે જેમાં કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર જેવા નેતા છે. સુભદ્રા મુખર્જીએ કેટલીક બાંગ્લા ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. શુક્રવારે જ સુભદ્રા મુખર્જીએ બીજેપી પાર્ટીને અલવિદા કહી દીધું હતું પરંતુ આ વાત રવિવારે સામે આવી હતી.
સુભદ્રા મુખર્જીએ પશ્ચિમ બંગાળ બીજેપીના ચીફ દિલીપ ઘોષને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. સુભદ્રા મુખર્જીએ કહ્યું હતું કે, તેઓ મોટી આશા સાથે બીજેપીમાં સામેલ થયા હતા. પરંતુ હાલના ઘટનાક્રમથી તેઓને નિરાશ થયા હતાં. બીજેપી પોતાની વિચારધારથી દૂર જઈ રહી છે. તેઓએ કહ્યું હતું કે, તે CAAની સાથે હતી. જેને નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં પસાર કરાવ્યું હતું પંરતુ તેઓ તેને પ્રોત્સાહન આપવાના બીજેપીની રીતને લઈને હવે વિરોધમાં છે.
તેઓએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં અશાંતિ પેદા કરી છે. આપણે સૌએ આટલા વર્ષો બાદ સ્વતંત્ર ભારતમાં પોતાની નાગરિકતા સાબિત કરવા માટે પોતાના દસ્તાવેજ કેમ બતાવવા જોઈએ? સુભદ્રા મુખર્જીએ કહ્યું હતું કે, દિલ્હી હિંસાએ અંતે મને મજબૂર કરી કે, હું પાર્ટી સાથે રહી ન શકું. નોંધનીય છે કે દિલ્હી હિંસામાં અત્યાર સુધીમાં 43 લોકોનાં મોત થયા છે અને 200થી વધારે લોકો ઘાયલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion