બે અઠવાડિયામાં ત્રણ બંગાળી અભિનેત્રીઓએ એક જ રીતે કરી આત્મહત્યા, જાણો શું છે ત્રણેય વચ્ચે કનેક્શન
Bengali Actress Suicide:પલ્લવી ડે, બિદિશા દે મજુમદાર, મંજુષા નિયોગી - બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ ત્રણ નામ છે જે હવે આ દુનિયામાં નથી. આ ત્રણેય અભિનેત્રીઓએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
Bengali Actress Suicide Case : પશ્ચિમ બંગાળના સિનેમા જગતમાં એક પછી એક ત્રણ અભિનેત્રીઓ બિદિશા ડે મજમુદાર (Bidisha de majumdar), મંજુષા નિયોગી (Manjusha Neogi) અને પલ્લબી ડે (Pallabi De)એ આત્મહત્યા કરી લીધી. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. એક પખવાડિયામાં ત્રણ આત્મહત્યા થઈ. હવે જે સવાલો ઉભા થઈ રહ્યા છે તે એ છે કે શું આ ત્રણ અભિનેત્રીઓની આત્મહત્યા વચ્ચે કોઈ કનેક્શન છે કે આ માત્ર એક સંયોગ છે?
શું કહ્યું મંજુષાના પરિવારે ?
મંજુષા નિયોગીના પરિવારનું કહેવું છે કે પરિવારમાં કોઈ આર્થિક સમસ્યા નહોતી. તાજેતરમાં તેણે એક સિરિયલમાં નર્સની ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં તેની સખીઓએ આપઘાત કર્યા બાદ તે માનસિક રીતે અસ્વસ્થ હતી. પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ થાય છે કે તેની આત્મહત્યા પાછળ આ કારણ હતું કે બીજું કંઈક? પરિવારને લગતી કોઈ સમસ્યા નથી, પરંતુ તેઓ એમ પણ કહી રહ્યા છે કે કામ સંબંધિત સમસ્યાઓ વિશે કંઈ સ્પષ્ટ નથી. પોલીસ તપાસ કરી રહી છે કે અન્ય કલાકારોએ કેવી રીતે આત્મહત્યા કરી, શું આનાથી સંબંધિત છે, જો છે તો શું?
15 દિવસમાં જ ત્રણેએ કરી લીધી આત્મહત્યા
સૌ પ્રથમ, 15 મેના રોજ, પલ્લવી ડેનો મૃતદેહ કોલકાતાના ગરફા અલાકે સ્થિત ફ્લેટમાંથી લટકતો મળી આવ્યો હતો, ત્યારબાદ પોલીસે પરિવારના આરોપમાં પલ્લવીના લિવ-અન પાર્ટનર શયાનની ધરપકડ કરી હતી.
બીજી તરફ મોડલ વિદિશા ડે મજમુદારનો મૃતદેહ કોલકાતાના દમદમના ફ્લેટમાંથી આ જ રીતે લટકતો મળી આવ્યો હતો અને તેના 24 કલાક પછી જ વિદિશાની સખી 26 વર્ષની મંજુષા નિયોગીનો મૃતદેહ મળી આવ્યો હતો.
બિદિશાએ પોતાની સુસાઈડ નોટમાં લખી આ વાત
ત્રણેય અભિનેત્રીઓ એકબીજાની સખીઓ હતી. પરંતુ અત્યાર સુધીની તપાસમાં પોલીસને ત્રણેયના આપઘાત વચ્ચે કોઈ કડી મળી નથી. ગઈ કાલે બિદિશા પાસેથી મળેલી સ્યુસાઈડ નોટમાં તેણે કહ્યું હતું કે તે તેની કારકિર્દીમાં આગળ ન વધી શકવાને કારણે આત્મહત્યા કરી રહી છે અને તેની આત્મહત્યા માટે કોઈ જવાબદાર નથી. પોલીસને વિદિશાની એક ડાયરી પણ મળી છે જેની તપાસ ચાલી રહી છે.