શોધખોળ કરો
Advertisement
CM યેદિયુરપ્પાને ગિફ્ટ આપવી મેયરને પડી મોંધી, પાલિકાએ ફટકાર્યો દંડ
બેંગલુરૂના મેયરને મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને ગિફ્ટ આપવી મોંઘી પડી હતી. પાલિકાએ મેયરને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
બેંગલુરુ: કર્ણાટકના નવનિયુક્ત મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને ગિફ્ટ આપવી બેંગલુરૂના મેયરને ભારે પડી હતી. બેંગલુરૂના મેયર ગંગામ્બિક મલ્લિકાર્જુને થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાની મુલાકાત લીધી હતી. તે દરમિયાન મેયરે મુખ્ય મંત્રી યેદિયુરપ્પાને પ્લાસ્ટિકની કોથળીમાં વીંટળી એક ભેટ આપી હતી. આ તસવીર સામે આવતાની સાથે જ પાલિકાએ મેયરને દંડ ફટકાર્યો હતો.
આ તસવીરને પુરાવા તરીકે રાખી અને બેંગલુરુ મહાનગર પાલિકાએ જ મેયરને 500 રૂપિયો દંડ ફટકાર્યો હતો. જે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. દંડ ફટકાર્યા બાદ મેયરે સત્તાનો કોઈ ઉપયોગ કર્યા વગર દંડ ભરી એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે 2016માં કર્ણાટક રાજ્યમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.Karnataka: Bengaluru Mayor Gangambike Mallikarjun paid Rs 500 fine for presenting a gift wrapped in plastic to Chief Minister BS Yediyurappa. Plastic was banned by Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) in 2016. pic.twitter.com/4To7o9BAGQ
— ANI (@ANI) August 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
ધર્મ-જ્યોતિષ
Advertisement