(Source: ECI/ABP News/ABP Majha)
Bharat Bandh LIVE: કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોઓ આપેલા બંધની અસર, મુંબઇ અમદાવાદ હાઇવે પર જામ, દિલ્લી બોર્ડર પર સુરક્ષામાં વઘારો
Bharat Bandh LIVE: ભારત બંધ સવારે 6 વાગ્યાથી શરૂ થઇ ગયું છે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. દિલ્લીના અલગ અલગ બોર્ડર પર પ્રદર્શન ચાલુ છે. જો કે સ્થિતિ કાબૂમાં છે.
LIVE
Background
Bharat Bandh LIVE: ભારત બંધ સવારે 6 વાગ્યાથી શરૂ થઇ ગયું છે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. દિલ્લીના અલગ અલગ બોર્ડર પર પ્રદર્શન ચાલુ છે. જો કે સ્થિતિ કાબૂમાં છે.હાઇવે પર કિલોમીટરો સુધી લાંબો જામ છે.પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ હાઇવે પર વાહન વ્યવહાર રોકી દીધો છે. હજારો યાત્રીઓ હાઇવે પર ફસાઇ ગયા છે. નવી મુંબઇ જનાર લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
Bharat bandh live: સિંઘુ બોર્ડર પર એક કિશાનનું મોત, ચેન્નઇમાં પ્રદર્શકારી અને પોલીસ વચ્ચે સંઘર્ષ
હરિયાણની સિંઘુ બોર્ડર પર એક કિસાનનું મોત થયું છે. કિશાનનું મોત હાર્ટ અટેકથી થયું હોવાનું સામે આવ્યું છે પરંતુ જો કે પોસ્ટમોર્ટમ બાદ જ સાચું કારણ સામે આવશે. તો ચેન્ન્ઇમાં પ્રદર્શનકારી બેરિકેડ તોડીને ઘૂસી જતાં પોલીસ અને પ્રદર્શનકારી વચ્ચે બબાલ થઇ હતી.
#WATCH | Tamil Nadu: Protesters agitating against the three farm laws break police barricade in Anna Salai area of Chennai, in support of Bharat Bandh called by farmer organisations today; protesters detained by police pic.twitter.com/iuhSkOeGFV
— ANI (@ANI) September 27, 2021
Bharat bandh live: ખેડૂતોનું વિરોધ પ્રદર્શન દિલ્લી સાથે જોડાયેલી અનેક ટ્રેન થઇ રદ્દ
ખેડૂત આંદોલનના કારણે ટ્રેનની સેવા પર અસર પડી છે. અત્યાર સુધીમાં અનેક ટ્રેન રદ્દ થઇ છે. નવી દિલ્લીથી અમૃતસર જતી શાન એ પંજાબ સવારે 6.40 પર રદ્દ થઇ છે. નવી દિલ્લી-મોગા એક્સપ્રેસ પણ સવારે 7 વાગ્યા રદ્દ થઇ ગઇ છે. જૂના દિલ્લી-પઠાનકોટ એક્સપ્રેસ પણ રદ્દ થઇ ગઇ છે. દિલ્લીથી સવારે 6 વાગ્યે જતી પાનીપત સ્ટેશન પર ઊભી છે. નવી દિલ્લી કાલકા શતાબ્દી પણ રદ્દ કરી દેવાઇ છે.
Bharat bandh live: જૂનાગઢમાં માર્કેટિંગ યાર્ડમાં બંઘની અસર નહિવત, રાબેતા મુજબ કામગીરી ચાલુ
કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન અપાયું છે. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બંધની નહિવત અસર જોવા મળી હતી. માર્કેટીંગ યાર્ડની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહી છે.
Bharat bandh live: સુરતમાં સંયુક્ત કિસાન મોરચાનું કૃષિ બિલ વિરોધમાં પ્રદર્શન, સંગઠના પ્રમુખ રમેશ પટેલની અટકાયત
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આપેલા બંધમાં ગુજરાત સંયુક્ત કિસાન મોરચાએ પણ સર્મથન આપ્યું છે. આજે કિસાન માર્ચાના સભ્યો રોડ પર ઉતર્યાં હતા. વિરોધ પ્રદર્શન શરૂ થાય પહેલા જ પોલીસનો અટકાયત નો દોર શરુ થઇ ગયો હતો. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ ના પ્રમુખ રમેશ પટેલ ની અટકાયત કરાઇ હતી. આ આ સાથે ખેડૂત મનુ ભાઈ પટેલ,લખન નધોઇ,અશોક પટેલ ની અટકાયત કરાઇ છે. તમામ ને ઓલપાડ પોલીસ મથકે લઈ જવાયા હતા.
Bharat bandh live:ખેડૂતનો હિત માટે 3 કાળા કૃષિ કાયદા નાબુદ થવા જોઇએ: પરેશ ધાનાણી
ભારતબંધ અંગે પરેશ ધાનાણીએ ખેડૂતોનુ સમર્થન કરતાં નિવેદન આપ્યું છે કે, 3 કાળા કાયદાઓને સરકારે નાબૂદ કરવા જોઇએ. વિવિધ પક્ષ એ ભારત બંધ નું એલાન આપ્યું છે. કોંગ્રેસે ભારત બંધ ને સમર્થન આપ્યું છે. ખેડૂતો એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે પરંતુ સરકાર ખેડૂતોની વાત માનતી નથી. 3 કાળા કાયદાઓ નાબૂદ થવા જ જોઈએ