(Source: ECI/ABP News/ABP Majha)
Bharat Jodo Yatra: આજથી બંધ થશે ભારત જોડો યાત્રા, જાણો ફરી ક્યારે અને ક્યાંથી શરૂ થશે
ભાજપ અને કેન્દ્ર સરકાર કોવિડના બહાને રાજકારણ રમી રહી છે અને યાત્રામાં અડચણો ઉભી કરવાનો પ્રયાસ કરી રહી છે: પવન ખેડા
Bharat Jodo Yatra: કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વડા પવન ખેડાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ અને કેન્દ્ર સરકાર કોવિડના બહાને રાજકારણ રમી રહી છે અને યાત્રામાં અડચણો ઉભી કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આ યાત્રાને કોઈ રોકી શકે નહીં. જો સરકાર નિષ્ણાતોના અભિપ્રાયના આધારે પ્રોટોકોલ નક્કી કરશે તો અમે તેનું પાલન કરીશું.
આ યાત્રા મોંઘવારી, બેરોજગારી, ભય અને નફરત વિરુદ્ધ છે: રાહુલ ગાંધી
બદરપુર ખાતે શનિવારે સવારે હરિયાણા પ્રદેશ પ્રમુખે દિલ્હી પ્રદેશ પ્રમુખને ભારત જોડો યાત્રાનો ધ્વજ સોંપ્યો હતો. દિલ્હીમાં યાત્રા શરૂ કરતા પહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે જેટલો લોકોનો પ્રેમ મળી રહ્યો છે તેટલો જ મારું મનોબળ વધી રહ્યું છે. હું પ્રેમ ફેલાવવા માટે બહાર આવ્યો છું. અમારો હેતુ લોકોને જોડવાનો છે. ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર દેશમાં ભય અને નફરત ફેલાવવાનો આરોપ લગાવતા રાહુલે કહ્યું કે કોંગ્રેસના લોકો માત્ર પ્રેમ ફેલાવે છે. આ યાત્રામાં અમીર, ગરીબ, ખેડૂત, મજૂર, દરેક ધર્મ અને ભાષાના લોકો સામેલ છે. યાત્રામાં તને નફરત દેખાતી નથી. અહીં તમામ લોકોને પ્રેમ અને સન્માન આપવામાં આવે છે. તેમણે કહ્યું કે આ યાત્રા મોંઘવારી, બેરોજગારી, ભય અને નફરત વિરુદ્ધ છે.
૩ જાન્યુઆરીથી યાત્રા ફરી શરુ થશે: જયરામ રમેશ
આ સાથે જ યાત્રાના આશ્રમ પહોંચ્યા બાદ મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે યાત્રાને 108 દિવસ થઈ ગયા છે. શનિવાર પછી 2 જાન્યુઆરી સુધી આરામ રહેશે જેથી કન્ટેનરનું સમારકામ થઈ શકે. આ પછી 3 જાન્યુઆરીએ યાત્રા ફરી શરૂ થશે. વિરામ બાદ તે ઉત્તર પ્રદેશ, પંજાબ અને અંતે જમ્મુ-કાશ્મીર તરફ આગળ વધશે.
ભારત જોડો યાત્રામાં બોલિવૂડ સેલેબ્સ જોડાયા
અત્યાર સુધીની આ યાત્રામાં પૂજા ભટ્ટ, રિયા સેન, સ્વરા ભાસ્કર, રશ્મિ દેસાઈ, આકાંક્ષા પુરી અને અમોલ પાલેકર જેવી ફિલ્મ અને ટેલિવિઝન હસ્તીઓ તેમજ સમાજના અન્ય ઘણા વર્ગોના લોકોએ ભાગ લીધો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત પૂર્વ નેવી ચીફ એડમિરલ એલ રામદોસ, શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સુપ્રિયા સુલે, ડીએમકેના નેતા કનિમોઝી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન સહિત અન્ય લોકોએ પણ હાજરી આપી હતી. સમયાંતરે આ વોકમાં ઘણા દિગ્ગજો જોડાયા હતા શનિવારે તેમાં કમલ હાસનનું નામ પણ જોડાયું હતું.