Lok Sabha Election 2024: ભાજપે પ્રથમ યાદીમાં આ 6 ફિલ્મ સ્ટાર્સને આપી લોકસભાની ટિકિટ
Star Candidate List Lok Sabha Election 2024: આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 2 માર્ચે બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં 195 ઉમેદવારોના નામ સામેલ છે.
Star Candidate List Lok Sabha Election 2024: આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 2 માર્ચે બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં 195 ઉમેદવારોના નામ સામેલ છે. આ ઉમેદવારોમાં કેટલાક અભિનેતાઓ પણ છે, જેમને ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી લડવાની તક આપવામાં આવી છે.
29 फरवरी, 2024 को प्रधानमंत्री श्री @narendramodi की गरिमामयी उपस्थिति और श्री @JPNadda की अध्यक्षता में आयोजित केंद्रीय चुनाव समिति की बैठक में आगामी लोकसभा चुनाव हेतु 195 लोकसभा सीटों के लिए बीजेपी उम्मीदवार के नामों पर मंजूरी दी गई। (1/4) pic.twitter.com/Wv8yVYnegK
— BJP (@BJP4India) March 2, 2024
ગોરખપુરથી રવિ કિશનઃ બોલિવૂડ અને ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશનને આગામી લોકસભા ચૂંટણી માટે ફરી ગોરખપુરથી તક આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રવિ કિશન હાલમાં આ લોકસભા સીટ પરથી સાંસદ છે.
આઝમગઢથી દિનેશ લાલ યાદવ 'નિરહુઆ' : ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆને આઝમગઢથી તક આપવામાં આવી છે. નિરહુઆ હાલમાં આઝમગઢથી જ સાંસદ છે. તમને જણાવી દઈએ કે 2019ની ચૂંટણીમાં નિરહુઆનો સામનો પૂર્વ સીએમ અખિલેશ યાદવ સામે હતો, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે અહીં યોજાયેલી પેટાચૂંટણીમાં તેમણે ધર્મેન્દ્ર યાદવને હરાવીને આ બેઠક કબજે કરી હતી.
આસનસોલથી પવન સિંહઃ ભોજપુરી ફિલ્મોના અન્ય સ્ટાર પવન સિંહને પણ ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પવન સિંહને પશ્ચિમ બંગાળના આસનસોલથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે પવન સિંહ પહેલીવાર રાજકારણમાં આવ્યા છે. લિસ્ટમાં પોતાનું નામ હોવા પર ખુશી વ્યક્ત કરતા પવન સિંહે એમ પણ કહ્યું છે કે તેમને આસનસોલના લોકો પર પૂરો વિશ્વાસ છે કે તેમને તેમના આશીર્વાદ ચોક્કસ મળશે.
હુગલીથી લોકેટ ચેટર્જીઃ ભાજપે ફરીથી લોકેટ ચેટરજીને તેમના વર્તમાન સંસદીય મતવિસ્તાર હુગલીમાંથી ઉમેદવાર બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે લોકેટ ચેટર્જી અહીંના વર્તમાન સાંસદ છે. લોકેટ ચેટર્જી શાસ્ત્રીય નૃત્યાંગના અને બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં જાણીતું નામ છે.
ઉત્તર-પૂર્વ દિલ્હી મનોજ તિવારી: ભાજપે ફરી એકવાર ભોજપુરી સ્ટાર અને ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને આ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે.
ત્રિશૂરથી સુરેશ ગોપીઃ તમિલ, તેલુગુ અને ખાસ કરીને મલયાલમ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા સુરેશ ગોપીને કેરળના ત્રિશૂરથી ભાજપે તક આપી છે. તમને જણાવી દઈએ કે સુરેશ ગોપી સાઉથ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે.