શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બિહારઃ મજૂરોને લઈ જઈ રહેલા ટ્રક અને બસ વચ્ચે અકસ્માતમાં 9નાં મોત, જાણો વિગતે
ત્રણ દિવસ પહેલા યૂપીના ઔરૈયામાં વતન પરત ફરી રહેલા મજૂરોની સાથે ભયાનક અકસ્માત થયો હતો.
પટનાઃ બિહારના નવગછિયામાં એક દર્દનાક સડક દુર્ઘટના બની છે. નવગછિયામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. જેમાં નવ લોકોના મોત થયા છે, જ્યારે 10 જેટલા ઘાયલ થયા છે.
બસ મજૂરોને લઈ ભાગલપુર જતી હતી. SDO મુકેશ કુમારે જણાવ્યું કે, બસ અને ટ્રક વચ્ચે ટક્કર થવાથી ટ્રક પલટી ગયો હતો. સાત મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે. મજૂરોના આધાર કાર્ડ પ્રમાણે તેઓ ચંપારણના હતા.
નવગછિયાના એસપી નિધિ રાનીએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, આજે સવારે સાડા પાંચથી છ વાગ્યા વચ્ચે અમ્ભો ગામ નજીક દુર્ઘટના બની હતી. બસ સ્પીડમાં હતી અને ટ્રકમાં ઘણો વજન હતો. ટ્રકમાંથી એક સાયકલ મળી હતી. ત્રણ દિવસ પહેલા યૂપીના ઔરૈયામાં વતન પરત ફરી રહેલા મજૂરોની સાથે ભયાનક અકસ્માત થયો હતો. બે ટ્રકોની ટક્કરમાં 24 પ્રવાસી મજૂરોના મોત થયા હતા. 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.Bihar: At least 9 labourers dead & several injured after a truck & a bus collided in Naugachhia, Bhagalpur. The truck in which the labourers were travelling, fell off the road following the collision. Rescue operation underway. pic.twitter.com/rGVxw6xQVh
— ANI (@ANI) May 19, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
બિઝનેસ
દુનિયા
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion