શોધખોળ કરો
Advertisement
બિહારઃ હજુ બે દિવસ પડશે ભારે વરસાદ, ચાર જિલ્લામાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે 3 અને 4 ઓક્ટોબર માટે પટના, વૈશાલી, ખગડિયા અને બેગૂસરાય જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. પટનામાં ડીએમ કુમાર રવિએ તમામ સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે.
પટનાઃ બિહારની રાજધાની પટનામાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે રાજ્યના તમામ હિસ્સામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરીને ઓરેંજ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે 3 અને 4 ઓક્ટોબર માટે પટના, વૈશાલી, ખગડિયા અને બેગૂસરાય જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. પટનામાં ડીએમ કુમાર રવિએ તમામ સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે.
પટનાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં સતત રાહત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સ્વયંસેવી સંસ્થાઓ અને સરકાર દ્વારા રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પટના અને અન્ય વિસ્તારોમાં વરસાદ બાદ ઉભી થયેલી સ્થિતિના કારણે નીતિશ કુમારની સરકાર પર પ્રશ્નો ઉઠ્યા છે. શહેરના પોશ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગલી-મહોલ્લામાં હોડી ફરી રહી છે.#Bihar: Patna's Pataliputra colony and Rajendra Nagar continue to reel under impact of flood. pic.twitter.com/FG8ke794hN
— ANI (@ANI) October 3, 2019
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે અખબારોમાં વિજ્ઞાપન આપીને લોકોને મુખ્યમંત્રી રાહત કોષમાં યોગદાન આપવાની અપીલ કરી છે. નીતિશ કુમારે પૂરને કુદરતી આફત ગણાવીને લોકોને ફંડ આપવા અપીલ કરી છે. આ ફેનના ટેટુ જોઈને કોહલી રહી ગયો હેરાન, શરીર પર છે વિરાટના રેકોર્ડ્સનું લિસ્ટ, જાણો વિગત નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડની જોગવાઈના વિરોધમાં અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાલ, હજારો મુસાફરો અટવાયા હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કર્યા 84 ઉમેદવારોના નામ, જાણો કયા દિગ્ગજ નેતાનું કપાયું પત્તુBihar: Orange alert issued in Patna, Vaishali, Begusarai and Khagaria districts for October 3 and 4. #BiharRains
— ANI (@ANI) October 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement