શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બિહારમાં વિકાસ નથી, નીતિશ કુમાર ગોડસેની વિચારધારા વાળાઓ સાથે બેસી ગયા છે -પ્રશાંત કિશોરે લગાવ્યા આરોપો
પ્રશાંત કિશોરે પ્રેસ કૉન્ફરન્સમાં બેરોજગારી, ગરીબી, વીજળી અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર નીતિશ સરકારને સવાલો કર્યા હતા
પટનાઃ બિહારની રાજનીતિના રણનીતિકાર તરીકે બહાર આવેલા પ્રશાંત કિશોરે બિહારને લઇને એક પ્રેસ કૉન્ફરન્સ કરી. પ્રશાંત કિશોરે નીતિશ કુમારથી અલગ થવા અને ચૂંટણીને લઇને મોટા ખુલાસા કર્યો હતા.
આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે, જેને લઇને હવે રાજકીય ઉથલપાથલ તેજ થઇ ગઇ છે. મંગળવારે પ્રશાંત કિશોરે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે, તે કોઇપણ વ્યક્તિ કે પક્ષનો પ્રચાર નહીં કરે.
જેડીયુમાંથી હાંકી કઢાયેલા પ્રશાંત કિશોરે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર જબરદસ્ત હુમલો કર્યો. નીતિશ કુમાર પર બિહારમાં વિકાસ ના કર્યાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમને કહ્યું કે, સીએમ નીતિશ નાથુરામ ગોડસેની વિચારધારા વાળાઓ સાથે છે.
પ્રશાંત કિશોરે પ્રેસ કૉન્ફરન્સમાં બેરોજગારી, ગરીબી, વીજળી અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર નીતિશ સરકારને સવાલો કર્યા હતા.
પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું કે, નીતિશ મારા પિતાતુલ્ય છે, તેમને મને દીકરાની જેમ રાખ્યો છે. નીતિશજી મને જેડીયુમાંથી બહાર કાઢવાનો જે પણ નિર્ણય લીધો જે મને સ્વીકાર છે. ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોર જેડીયુના ઉપાધ્યક્ષ હતા, જોકે બાદમાં તેમને પક્ષમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion