શોધખોળ કરો
Advertisement
આર્ટિકલ 370 પર લોકસભામાં ઘમાસાણ: અમિત શાહે કહ્યું- PoK જમ્મુ-કાશ્મીરનો હિસ્સો, તેના માટે તો જીવ પણ આપી દઈશું
શાહે સોમવારે રાજ્યસભામાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારપછી રાષ્ટ્રપતિએ કલમ હટાવવાની અધિસૂચના જાહેર કરી હતી.
નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ વિશે વિપક્ષે હોબાળો કર્યો છે. કોંગ્રેસ નેતા અધિરરંજન ચૌધરીએ કહ્યું છે કે, કાશ્મીર મુદ્દો યુએનમાં પેન્ડિંગ છે. તેથી તે અંગત મુદ્દો કેવી રીતે હોઈ શકે છે. આ વિશે શાહે પડકાર આપતા કહ્યું કે, સરકારે કોઈ નિયમ તોડ્યો હોય તો તમે જણાવી શકો છો. અમે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને પણ આપણું જ માનીએ છીએ. અમે તે માટે જીવ પણ આપી દીશું. શાહે સોમવારે રાજ્યસભામાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારપછી રાષ્ટ્રપતિએ કલમ હટાવવાની અધિસૂચના જાહેર કરી હતી.
શાહે રાજ્યસભામાં કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર દિલ્હી અને પોંડિચેરીની જેમ કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે અને અહીં વિધાનસભા પણ બનશે. અહીં લદ્દાખની સ્થિતિ ચંદીગઢ જેવી થશે. જ્યાં વિધાનસભા નહીં હોય.
બીજી તરફ, સરકારના નિર્ણય બાદ પડોશી દેશ પાકિસ્તાનમાં હોબાળો થઈ ગયો છે. બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય તણાવ વધી ગયો છે. એવામાં સંયુક્ત રાષ્ટ્રે ભારત-પાકિસ્તાન સાથે શાંતિ કાયમ રાખવાની અપીલ કરી છે. બીજી તરફ, અમેરિકાએ ભારતના આ પગલા પર નજર રાખવાની વાત કહી છે. પરંતુ ખાસ વાત એ છે કે અમેરિકા તરફથી આપવામાં આવેલા નિવેદનમાં તેઓએ પાકિસ્તાનનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement