કોરોના સામેની લડાઈ માટે આ અબજોપતિ મેદાનમાં, ગુજરાતની ફેક્ટરીથી મોકલવા માંડ્યા મફતમાં ઓક્સિજન સીલિન્ડર....
મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ પણ રિયાલન્સ તરફથી રાજ્યને 100 ટન ઓક્સિજન મળવાની પુષ્ટી કરી હતી. મહારાષ્ટ્ર સરકારે ઓક્સિજન સપ્લાય કરતા વાહનોને કોઈપણ પ્રકારની અડચણો થાય નહીં એ માટેના આદેશો પણ આપ્યા હતા.
અમદાવાદ: ગુજરાતમાં કોરોના કેસ વધવાની સાથે સાથે ઓક્સિજન (Oxygen)ની પણ અછત વર્તાઈ રહી છે ત્યારે અરબપતિ મુકેશ અંબાણીની (Mukesh Ambani) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રિફાઇનરીમાંથી
મહારાષ્ટ્ર (Maharashtra) સહિત અનેક રાજ્યોમાં ઓક્સિન પહોંચાડવામાં આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં 100 મેટ્રિક ટન ઓક્સિજન મોકલવામાં આવશે.
અંબાણીની જામનગર (Jamnagar) સ્થિત બે ઓઈલ રિફાઈનરીઓમાંથી મહારાષ્ટ્રમાં 100 મેટ્રિક ટન ઓક્સિજન મોકલવામાં આવશે. આ ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનમાં સામાન્ય ફેરફાર કરી તેને તબીબી ઉપયોગ માટે યોગ્ય બનાવી શકાય છે. આ ઓક્સિજન વૈશ્વિક મહામારી કોવિડ -19 ના દર્દીઓને આપવામાં આવશે.
મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ પણ રિયાલન્સ તરફથી રાજ્યને 100 ટન ઓક્સિજન મળવાની પુષ્ટી કરી હતી. મહારાષ્ટ્ર સરકારે ઓક્સિજન સપ્લાય કરતા વાહનોને કોઈપણ પ્રકારની અડચણો થાય નહીં એ માટેના આદેશો પણ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. અહીં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને પત્ર લખીને જણાવ્યું હતું કે, રાજ્યમાં ઓક્સિજનની ખૂબજ અછત છે. ઓઇલ રિફાઇનરી નાઇટ્રોજનના ઉત્પાદન માટે તેના એર-સેપરેશન પ્લાન્ટમાં ઈન્ડસ્ટ્રીઝ ઓક્સિજન પણ બનાવે છે. આ ઓક્સિજનમાં કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓને દૂર કરીને મેડિકલ ઉપયોગ માટે 99.9 ટકા શુદ્ધતાવાળી ઓક્સિજન તૈયાર કરી શકાય છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
- કુલ કેસ- એક કરોડ 42 લાખ 91 હજાર 917
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 25 લાખ 47 હજાર 866
- કુલ એક્ટિવ કેસ - 15 લાખ 69 હજાર 743
- કુલ મોત - 1 લાખ 74 હજાર 308
11 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 72 લાખ 23 હજાર 509 ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં ગુરુવારે પ્રથમ વખત 8 હજારથી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 44 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 44298 પર પહોંચ્યો છે. જેમાંથી 267 લોકો વેન્ટિલેટર પર અને 44031 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.86 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે.