શોધખોળ કરો
Advertisement
CAA પર બીજેપીનુ આજથી દેશભરમાં જન જાગરણ અભિયાન, જેપી નડ્ડા કરશે શરૂઆત
બીજેપીના નેતા લોકોની વચ્ચે જઇને કાયદા પર વાત કરશે, અને તેમના સવાલોના જવાબો આપશે. આ અભિયાન પાછળ બીજેપી અધ્યક્ષ અમિત શાહની રણનીતિ કામ કરી રહી છે
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા પર ચાલી રહેલી બબાલ વચ્ચે આજે બીજેપીએ જન જાગરણ અભિયાન શરૂ કર્યુ છે. બીજેપીએ દેશભરમાં રાજ્યોમાં ચાલી રહેલા આ કાયદાના વિરોધને જોઇને નવા વર્ષની શરૂઆતમાં જ નાગરિકતા સંશોધન કાયદાની સાચી સમજ લોકો સુધી પહોંચાડવાનો પ્લાન તૈયાર કરી લીધો છે.
આજે સાંજે 6 વાગે બીજેપીના કાર્યકારી અક્ષ્ય જે પી નડ્ડા વડોદરાના સ્વામીનારાયણ મંદિર ગ્રાઉન્ડમાં જન જાગરણ અભિયાન કાર્યક્રમમાં ભાગ લેશે.
નાગરિકતા સંશોધન કાયદાને લઇને દેશભરમાં બીજેપીનો આ મેગા કાર્યક્રમ 20 દિવસ સુધી ચાલશે. બીજેપી ઘરે ઘરે જઇને લોકોને નાગરિકતા કાયદાની સમજ આપશે, લોકો સાથે વાત કરશે.
બીજેપીનો દેશભરમાં એક હજાર રેલીઓ કરવાનો કાર્યક્રમ છે. 250 પ્રેસ કૉન્ફરન્સ કરવામાં આવશે. દરેક રાજ્યોમાં રેલીઓ અને બુદ્ધિજીવીઓ સંમેલન યોજાશે. પંયાતત અને વૉર્ડ સ્તર પર બેઠક થશે. બીજેપીના નેતા લોકોની વચ્ચે જઇને કાયદા પર વાત કરશે, અને તેમના સવાલોના જવાબો આપશે. આ અભિયાન પાછળ બીજેપી અધ્યક્ષ અમિત શાહની રણનીતિ કામ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement