શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઉત્તર પ્રદેશ સરકાર વધુ એક જિલ્લાનું નામ બદલશે, જાણો આ વખતે ક્યા જિલ્લાનું નામ આવ્યું સામે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યકાળ સંભાળ્યા બાદ અનેક જિલ્લાના નામ બદલવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ યૂપી ભાજપના પ્રદેશ સહ મીડિયા પ્રમુખ નવીન શ્રીવાસ્તવે ગાજીપુર જિલ્લાનું નામ બદલીને ગાધિપુરી કરવાની માગ કરી છે. નવીન શ્રીવાસ્તવે નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યને મળીને પત્ર સોંપ્યો છે.
નવીનનું કહેવું ચે કે, પ્રાચીન કાળમાં મહર્ષિ વિશ્વામિત્રના પિતા રાજા ગાધિના નામથી આ ગાધિપુરી નામથી ઓળખાતું હતું. બાદમાં મુસ્લિમ આક્રાંતાઓએ હિંદુ રાજા માંધાતાને હરાવીને તેના પર કબ્જો કરી લીધો. આ જીત બાદ તેને ગાજીની ઉપાધિથી નવાજવામાં આવ્યા અને ગાધિપુરીનું નામ બદલીને ગાજીપુર કરવામાં આવ્યું. તેમની માગ છે કે જિલ્લાનું નામ ફરીથી ગાધિપુરી કરવામાં આવશે.
જણાવીએ કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યકાળ સંભાળ્યા બાદ અનેક જિલ્લાના નામ બદલવામાં આવ્યા છે. હવે ગાજીપુરનું પ્રાચીન ગૌરવ ફરીથી પરત અપાવવા માટે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા નવીન શ્રીવાસ્તવે ગાજીપુરનું નામ ગાધિપુરી કરવાની માગ કરી છે. તેમણે આ મામલે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને પત્ર લખ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશ સરકારે આ પહેલા ફૈઝાબાદનું નામ બદલી અયોધ્યા અને ઈલાહાબાદનું નામ બદલી પ્રયાગરાજ કરી ચૂકી છે. અને હાલમાં વસ્તી જિલ્લાનું નામ બદલી વરિષ્ઠ નગર કરવાના વિચાર કરી રહી છે ત્યારે હવે ગાજીપુર જિલ્લાની નામ બદલાની પણ માગ મહત્વની બની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion