શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શું 2000 રૂપિયાની નોટ પણ થઇ જશે બંધ? જાણો ભાજપના ક્યા સાંસદે કર્યો દાવો
નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના નોટબંધીના નિર્ણય બાદ રોજ નવા-નવા નિયમોનું એલાન થઈ રહ્યું છે. ક્યારેય વિત્ત મંત્રાલય નિયમો બદલી રહ્યું છે તો ક્યારેય રિર્જવ બેંક. હવે રાજ્યસભાના ભાજપના સાંસદ આર કે સિન્હાનું નિવેદન સામે આવ્યું છે, જે લોકો માટે ચોંકાવનારૂ છે. ભાજપા સાંસદ આર કે સિન્હાએ નિવેદનમાં કહ્યું કે આગામી સમયમાં 2000 રૂપિયાની નોટ પણ બંધ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું 500 અને 1000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા માટે 2000 રૂપિયાની નોટ છાપવામાં આવી છે.
સુત્રોની જાણકારી મુજબ, આર કે સિન્હાએ રવિવારે ફરિદાબાદમાં ઈંડસ્ટ્રીડ એસોસિએશનના વાઈસ પ્રસિડેંડ બી આર ભાટીયાના ઘરે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું પ્રધાનમંત્રી પૂરા દેશમાં કેશલેશ અર્થવ્યવસ્થા બનાવવા માંગે છે. જેના કારણે આગામી સમયમાં 2000 રૂપિયાની નોટ પણ બંધ કરી દેવામા આવશે. તેમણે કહ્યું આગામી સમયમાં બની શકે કે ટેક્ષ વ્યવસ્થામાં પણ બદલાવ આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion