શોધખોળ કરો
500-500 રૂપિયા આપીને લોકોને CAAનો વિરોધ કરવા બોલાવાઇ રહ્યાં છે, રવિ કિશનનો વિપક્ષ પર મોટો આરોપ
લોકોને પાંચસો-પાંચસો આપીને સીએએ કાયદાનો વિરોધ કરવા માટે બોલાવાઇ રહ્યાં છે. અહીં કેટલાક લોકો શિફ્ટ કરીને બેઠા છે

પટનાઃ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સાંસદ રવિ કિશને પટનામાં એક અજીબોગરીબ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા, રવિ કિશને સીએએ કાયદાને લઇને નિવેદન આપીને વિપક્ષ પર સીધો હુમલો કર્યો હતો. શાહીન બાગમાં નાગરિકતા કાયદા વિરુદ્ધ થઇ રહેલા વિરોધને રૂપિયા સાથે જોડી દીધો છે. રવિ કિશને કહ્યું કે, અહીં લોકોને પાંચસો-પાંચસો આપીને સીએએ કાયદાનો વિરોધ કરવા માટે બોલાવાઇ રહ્યાં છે. અહીં કેટલાક લોકો શિફ્ટ કરીને બેઠા છે, પાંચસો રૂપિયામાં ચાર કલાકની શિફ્ટમાં લોકો વિરોધ કરી રહ્યાં છે. રવિ કિશને વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે, પાંચસો રૂપિયામાં ચાર કલાક બાદ એક ઉભો થઇ જાય એટલે બીજો વ્યક્તિ વિરોધમાં જોડાઇ જાય છે. અહીં શિફ્ટ પ્રમાણે કામ ચાલી રહ્યું છે. વૉટબેન્કની રાજનીતિ માટે નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ દરમિયાની બીજેપી સાંસદ રવિ કિશને દિલ્હી કેજરીવાલ સરકાર પર પણ જબરદસ્ત એટેક કર્યો હતો. તેમને કહ્યું કે જો દિલ્હીમાં ફરીથી કેજરીવાલ સરકાર બની જશે તો લોકો પસ્તાશે. દિલ્હીમાં જુઠ્ઠુ બોલવાવાળી આપની સરકાર છે. લોકોને ગંદુ પાણી પીવડાવવામાં આવી રહ્યુ છે, લોકો પ્રદુષણથી પરેશાન છે. રવિ કિશને બીજેપી વિરોધીઓને આડેહાથે લેતા અનેક આરોપો લગાવ્યા હતા.
વધુ વાંચો




















