શોધખોળ કરો
લદ્દાખમાં 11 હજાર 500 ફૂટની ઉંચાઈ પર ખોલવામાં આવ્યું BJPનું નવું હાઈટેક કાર્યાલય
કાર્યાલયનું ઉદ્ઘાટન ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને કેન્દ્રીય કાર્યાલય પ્રભારી અરુણ સિંહે કર્યું હતું. હાઈટેક સુવિધાઓની સજ્જ ભાજપ પ્રદેશ કાર્યાલયમાં તમામ પ્રકારની સુવિધાઓ છે.

નવી દિલ્હી: ભાજપે કેન્દ્ર શાસિત રાજ્ય લદ્દાખમાં પાર્ટીનું નવું હાઈટેક કાર્યાયલ ખોલવામાં આવ્યું છે. 11 હજાર 500 ફૂટની ઉંચાઈ પર આવેલા આ કાર્યાલયનું ઉદ્ઘાટન ગુરુવારે કરવામાં આવ્યું. કાર્યાલયનું ઉદ્ઘાટન ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને કેન્દ્રીય કાર્યાલય પ્રભારી અરુણ સિંહે કર્યું. ઉલ્લેખનીય છે કે 1 નવેમ્બરે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બન્ને રાજ્યને સત્તાવાર રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધાં છે. અત્યાર સુધી લદ્દાખના લેહમાં ભાજપનું નાનું કાર્યાલય હતું. હાઈટેક સુવિધાઓની સજ્જ ભાજપ પ્રદેશ કાર્યાલયમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. તે સિવાય જનસંચારના તમામ સાધનો ઉપલબ્ધ છે. સાથે કાર્યાલયમાં વીડિયો કૉન્ફ્રેસિંગની સુવિધા પણ છે.
Before You Go
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત






















