કોવિડના દર્દી માટે બ્લેક ફંગસ કરતાં વ્હાઇટ ફંગસ આ કારણે છે વધુ ઘાતક, જાણો શું છે તેના લક્ષણો
કોરોના મહામારીની વચ્ચે ફંગલ ઇન્ફેકશનનનો કેર પણ યથાવત છે. કોરોનાના દર્દીમાં બ્લેક ફંગસથી થતી બીમારી મ્યુકોરમાઇકોસિસ બાદ હવે કેટલાક રાજ્યોમાં વ્હાઇટ ફંગસની બીમારી પણ સામે આવી છે. આ વ્હાઇટ ફંગસ શું છે, કેવા લોકોને આ બીમારીનું વધુ જોખણ છે અને તેના લક્ષણો શું છે સમજી
white fungus:કોરોના મહામારીની વચ્ચે ફંગલ ઇન્ફેકશનનનો કેર પણ યથાવત છે. કોરોનાના દર્દીમાં બ્લેક ફંગસથી થતી બીમારી મ્યુકોરમાઇકોસિસ બાદ હવે કેટલાક રાજ્યોમાં વ્હાઇટ ફંગસની બીમારી પણ સામે આવી છે. આ વ્હાઇટ ફંગસ શું છે, કેવા લોકોને આ બીમારીનું વધુ જોખણ છે અને તેના લક્ષણો શું છે સમજી
વ્હાઇટ ફંગસનું સંક્રમણ ત્વચાથી માંડીને કાન ફેફસાં અને બ્રેઇને પણ પ્રભાવિત કરે છે, તેના લક્ષણો લગભગ કોવિડ સમાન છે. જો કે વ્હાઇટ ફંગસની આ બીમારી કોરોના દર્દીમાં જ જોવા મળે તેવું નથી. વ્હાઇટ ફંગસના લક્ષણો બિલકુલ કોવિડ-19 જેવા જ છે. કોરોનાના દર્દી સરળતાથી તેની ઝપેટમાં આવી જાય છે. ચેસ્ટ એક્સરે અથવા એચઆરસીટીથી આ ઇન્ફેકશનનું નિદાન કરી શકાય છે.
બ્લેક ફંગસના કેસ બિહારના પટનામાં સામે આવ્યાં છે. ડોક્ટરનું કહેવું છે કે, વ્હાઇટ ફંગસ બ્લેક ફંગસથી પણ વધુ જીવલેણ છે. તો જાણીએ તેના લક્ષણો ક્યાં છે અને તેનાથી બચવા માટે શું કરી શકાય
વ્હાઇટ ફંગસનું કારણ
જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને થઇ શકે છે. કોવિડમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ જાય છે. તેથી પોસ્ટ કોવિડમા આ બીમારી માથું ઉંચકી શકે છે. જો કે હજુ સુધી આ બીમારીના સ્પષ્ટ કારણો સામે નથી આવ્યાં. પરંતુ સમાન્ય રીતે એક્સ્પર્ટના અનુમાન મુજબ દૂષિત પાણી કે વનસ્પતિના સંપર્કમાં આવવાથી
કોવિડના ગંભીર રીતે બીમાર દર્દીઓને થાય છે તેમજ ઓક્સિજનના સાધનો સ્ટીરલ ન કર્યાં હોય અને સ્ટીરોઇડ અને એન્ટીબાયોટિક્સના વધુ સેવનથી પણ થઇ શકે છે.
શા માટે વધુ ઘાતક છે?
વ્હાઇડ ફંગસ બ્લેક ફંગસ કરતા વધુ ઝડપથી ફેલાય છે. તેની અસર ફેફસાં, મગજ પર વધુ જોવા મળે છે. બ્લેક ફંગસની સરખામણીમાં વ્હાઇટ ફંગસ મગજ, પાચનતંત્ર કિડની સુધી ઝડપથી ફેલાય છે. આ કારણે જ તેને બ્લેક ફંગસની સરખામણીમાં વધુ ઘાતક માનવામાં આવે છે. કોવિડના દર્દીના ફેફસાં પહેલાથી જ કોરોના વાયરસના સંક્રમણથી નબળા થઇ ગયા હોય છે. તે વ્હાઇટ ફંગસનો અટેલ સહન નથી કરી શકતા આ સ્થિતિમાં પણ આ ફંગસ ઇન્ફેકશન વધુ જોખમી સાબિત થાય છે.
વ્હાઇટ ફંગસ ઇન્ફેકશનના લક્ષણો
-ત્વચામાં ડાધ થવા, ખંજવાળ આવવી
-શ્વાસ ચઢવો
-છાતીમાં દુખાવો
-નખ, આંગળી વચ્ચે ફંગલ ઇન્ફેકશન
-શરીરના સાંધામાં દુખાવો
-સંક્રમણ બ્રેઇનમાં થતાં વિચારવાની ક્ષમતા ઓછી થવી
-અસહ્ય માથામાં દુખાવો
-વોમિટિંગ થવી
-પગની આંગળીઓની વચ્ચે સ્કિન ઇન્ફેક્શન થવું
-કાનની અંદર સૂકાઇ ગયેલ પોપળી બાઝી જવી
-પુરૂષના ગુપ્તાંગમાં સફેદ ચીકણો પદાર્થ જામી જવો
-મહિલાઓને લ્યુકોરિયાના રૂપમાં થઇ શકે છે
આખરે આવું ભયંકર સંક્રમણ શરીરમાં ક્યાં કરાણે થાય છે?
-જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય
-દૂષિત પાણી કે વનસ્પતિના સંપર્કમાં આવવાથી
-કોવિડના ગંભીર રીતે બીમાર દર્દીઓને થાય છે
-ઓક્સિજનના સાધનો સ્ટીરલ ન કર્યાં હોય
-સ્ટીરોઇડ અને એન્ટીબાયોટિક્સના વધુ સેવનથી
ક્યાં દર્દીમાં આ બીમારીનું વધુ જોખમ
-ડાયાબિટિશના દર્દી
-કેન્સરના દર્દી
-કોવિડના ગંભીર દર્દી
-અનિયંત્રિત બ્લડ શુગર
-કીમોથેરેપી કોઇ પણ પ્રકારનું ટ્રાન્સપ્લાન્ટ જવાબદાર
વ્હાઇટ ફંગલનો શું છે ઇલાજ?
શરૂઆતમાં એન્ટીફંગલ દવાથી સારવાર થઇ શકે છે જો કે, બીમારીની ગંભીરતા મુજબ ઇલાજ થાય છે
આ બીમારીથી બચવા શું કરશો
વ્હાઇટ ફંગલ ઇન્ફેકશનનો પુરી રીતે બચાવ તો શક્ય નથી પરંતુ થોડી સાવધાની રાખી શકાય છે.
-ધૂળ માટીવાળી જગ્યાએ ન જાવૉ
- ગંદકીથી ખુદને દૂર રાખો
- સ્વચ્છતનો ખ્યાલ રાખો
- માસ્કનો ઉપયોગ કરો
- એક્સરસાઇઝ યોગા કરો
- ઇમ્યુનિટીને મજબૂત રાખો