Viral Video: રસ્તા પર ઓટો બની ગઈ OYO! કપલની હરકતો જોઈને લોકો ભડક્યા, વીડિયો વાયરલ
viral video trending: જાહેર રસ્તા પર મર્યાદા નેવે મૂકી: ચાલુ રિક્ષામાં યુવક-યુવતીનો રોમાન્સ કેમેરામાં કેદ, યુઝર્સે કરી આવી કોમેન્ટ્સ.

viral video trending: સોશિયલ મીડિયાના જમાનામાં જાહેર સ્થળોની મર્યાદા ભુલાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં એક વાયરલ વીડિયો (Viral Video) સામે આવ્યો છે, જેમાં એક યુવક અને યુવતી ચાલુ રિક્ષામાં જ તમામ હદો પાર કરતા જોવા મળે છે. રસ્તા પર અશ્લીલ કૃત્યો કરતા જોવા મળે છે છોકરો અને છોકરી, જેનો વીડિયો કોઈ રાહદારીએ બનાવી લીધો હતો. આ દ્રશ્ય જોઈને નેિટઝન્સ ગુસ્સે ભરાયા છે અને કટાક્ષમાં કહી રહ્યા છે કે હવે ઓટો OYO બની જાય છે.
આજના સમયમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા દરેક વ્યક્તિના જીવનનો હિસ્સો બની ગયા છે. પરંતુ ક્યારેક પ્રસિદ્ધિ મેળવવા કે ક્ષણિક આવેશમાં આવીને લોકો જાહેર શિષ્ટાચાર ભૂલી જાય છે. સાર્વજનિક સ્થળોએ કેવી રીતે વર્તવું જોઈએ તે એક સામાજિક જવાબદારી છે, પરંતુ કેટલાક લોકો તેને અવગણી રહ્યા છે. હાલમાં ઇન્ટરનેટ પર એક એવો વીડિયો ફરી રહ્યો છે જેણે સભ્ય સમાજને વિચારતો કરી દીધો છે.
શું છે સમગ્ર ઘટના?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું Twitter) પર @Marwadi_girl0 નામના હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક કપલ જાહેર પરિવહન ગણાતી ઓટો-રિક્ષામાં મુસાફરી કરી રહ્યું છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે રસ્તા પર વાહનોની અવરજવર હોવા છતાં, આ છોકરો અને છોકરી ખુલ્લેઆમ અશ્લીલ હરકતો અને ચુંબન (Lip-locking) કરતા નજરે પડે છે. પાછળ આવી રહેલા અન્ય એક વાહનચાલકે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો.
लगता है इन्होंने ऑटो को Oyo समझ लिया है 🤣 pic.twitter.com/Z7va3UvgVk
— Choudhary_ (@Marwadi_girl0) December 20, 2025
"ઓટો OYO બની ગયું છે"
આ વીડિયો વાયરલ થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તે જાહેર રસ્તા પર રેકોર્ડ થયો છે. રિક્ષા એ એક પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, જ્યાં આસપાસ અન્ય મુસાફરો અને રાહદારીઓ પણ હોય છે. આમ છતાં, આ યુગલે શરમ નેવે મૂકી દીધી હતી. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, "લાગે છે કે તેઓએ ઓટોને OYO સમજી લીધું છે." આ વાક્ય સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે અને લોકો તેના પર જાતજાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર લોકોનો રોષ
આ વીડિયો સામે આવતાની સાથે જ લોકોના મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. મોટાભાગના યુઝર્સે આ વર્તનને અસભ્ય ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે પ્રેમ કરવો એ ગુનો નથી, પરંતુ દરેક વસ્તુ માટે એક યોગ્ય સ્થળ અને મર્યાદા હોય છે. જાહેર રસ્તા પર આવી હરકતો કરવી એ અન્ય લોકો માટે શરમજનક સ્થિતિ ઊભી કરે છે. કેટલાક લોકોએ રમૂજી ટિપ્પણીઓ કરી છે, તો વળી કેટલાકે લખ્યું છે કે આજની પેઢી લાઈક્સ અને વ્યૂઝ માટે કે પછી અંગત પળોને જાહેર કરવામાં કોઈ સંકોચ અનુભવતી નથી.





















