Breaking News Live: ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ આવતા અઠવાડિયે પુતિનને મળશે, 18 વિપક્ષી પાર્ટીઓએ ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું
Breaking News Live Updates 17th March: દેશ-વિદેશના સમાચારો સૌથી પહેલા જાણવા માટે, અહીં બ્રેકિંગ ન્યૂઝ લાઈવ બ્લોગમાં અમારી સાથે રહો.
LIVE
Background
Breaking News Live Updates 17th March 2023: સંસદ સત્રના પાંચમા દિવસે હંગામો થવાની શક્યતાઓ છે. રાહુલ ગાંધીના નિવેદન અને અદાણી વિવાદને લઈને કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ ચાલુ છે. ગઈકાલે સતત ચોથા દિવસે ગૃહની કાર્યવાહી ઠપ રહી હતી. રાહુલ ગાંધી આજે લોકસભામાં બોલી શકે છે. આજે દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પણ યોજાશે. આ દરમિયાન કર્ણાટક વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ શકે છે. બીજી તરફ વડાપ્રધાનના આવાસ પર સાંજે 6.30 કલાકે કેન્દ્રીય કેબિનેટની બેઠક થશે.
સુપ્રીમ કોર્ટ આજે 8 રાજ્યોના ધર્માંતરણ વિરોધી કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. વડાપ્રધાન મોદી પર વાંધાજનક ટિપ્પણીના મામલામાં કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. દારૂ કેસમાં મનીષ સિસોદિયાના ED રિમાન્ડ આજે પૂરા થશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ફરીથી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રિમાન્ડ માંગી શકે છે.
દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના વધતા જતા કેસોએ ગભરાટમાં વધારો કર્યો છે. જાન્યુઆરી 1 થી, H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના 450 થી વધુ કેસ નોંધાયા છે. દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ઓડિશા બાદ હવે મધ્યપ્રદેશમાં પણ એક કેસ સામે આવ્યો છે. રાજ્યની રાજધાની ભોપાલમાં એક યુવકમાં વાયરસનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગુરુવારે (16 માર્ચ) તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. H3N2 વાયરસથી પ્રભાવિત દર્દીઓ તાવ, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવોની ફરિયાદ કરે છે. આ વાયરસની પકડમાં આવ્યા બાદ ઘણા દર્દીઓ ન્યુમોનિયાનો શિકાર પણ બની રહ્યા છે.
પશ્ચિમ આફ્રિકાના દેશ સેનેગલમાં હંગામો મચી ગયો છે. વિરોધ પક્ષના નેતા ઓસ્માન સોનકોના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સોનકો માનહાનિના કેસનો સામનો કરી રહ્યા છે. બળાત્કારનો પણ આરોપ છે. સોન્કો પ્રમુખ પદના દાવેદાર છે. બીજી તરફ તુર્કી પૂર સામે લાચાર દેખાઈ રહ્યું છે. બે પ્રાંતોમાં ભારે વિનાશ થયો છે. પૂરના કારણે હજારો લોકો બેઘર બન્યા હતા. અત્યાર સુધીમાં 14થી વધુ લોકોના મોત થયા છે. અનેક વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા છે.
Kiran Patel: જમ્મુ-કાશ્મીરમાં PMO ના એડિશનલ ડાયરેક્ટરની ઓળખ આપી Z પ્લસ સિક્યોરિટી સાથે ફરતો રહ્યો આ ગુજરાતી
Jammu & Kashmir News: જમ્મુ-કાશ્મીરમાંથી પીએમઓના એડિશનલ ડાયરેકટરની ખોટી ઓળખ આપી ઝેડ પ્લસ સિક્યુરિટીમાં ફરતા રહેલા ગુજરાતી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ઠગની ઓળખ ગુજરાતના રહેવાસી કિરણ પટેલ તરીકે થઈ છે. તેની 3 માર્ચ, 2023ના રોજ શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી હતી પરંતુ મીડિયામાં આ જાણકારી હવે આવી છે.
કોર્ટે મોકલ્યો કસ્ટડીમાં
16 માર્ચે તેને જમ્મુ-કાશ્મીર પોલીસે શ્રીનગર કોર્ટમાં રજૂ કર્યો હતો. જે બાદ કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. એક ચેનલના રિપોર્ટ પ્રમાણે, કિરણ પટેલ ઓક્ટોબર 2022થી કાશ્મીર ઘાટીની મુલાકાત લેતો હતો. ધરપકડ પહેલા તે એલઓસી નજીક ઉરી કમાન પોસ્ટ થઈને શ્રીનગરના લાલ ચોક સુધી ગયો હતો. તે જમ્મુ-કાશ્મીરમાં 5 સ્ટાર હોટલમાં રોકાતો હતો. ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે બુલેટપ્રૂફ ગાડીમાં ફકરતો હતો.
Gandhinagar : આરોગ્યમંત્રીનું ગૃહમાં નિવેદન, રાજ્યમાં ફ્લૂના કેસમાં ધરખમ વધારો, સ્વબચાવ માટે માસ્ક જરૂરી
હાલ રાજ્યમાં કોરોના અને H1N1 અને H3N2 ના કેસો નોંધાઇ રહ્યાં છે. આ સ્થિતિમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં વાયરસ અંગે નિવેદન આપ્યું છે અને માસ્ક પહેરવા અનુરોધ કર્યો છે. ગૃહમાં વાયરસ મુદ્દે વાત કરતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, હાલમાં રાજ્યમાં સીઝનલ ફલૂ ના કેસો જોવા મળે છે, H1N1 અને H3N2 ના કેસો હાલ નોંધાયા છે,આ બંને ફલૂમાં મરણનો દર ખૂબ ઓછો છે, 1 જાન્યુઆરી થી 13 માર્ચ સુધી GERMIS પોર્ટલ પર Gandhinagar રાજ્યમાં 83 સીઝનલ ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાયા છે.H3N2 થી રાજ્યમાં એકપણ મૃત્યુ થયું નથી.1 વ્યક્તિનું ફલૂ ના કારણે મૃત્યુ થયું છે. 80 કેસ H1N1 અને 3 કેસ H3N2 ના નોંધાયા છે,ફલૂ ના કારણે રાજ્યની હોસ્પિટલમાં ઓપીડી માં 10 થી 15 ટકાનો વધારો થયો છે. ઇન્ડોર દર્દીઓમાં 3 થી 5 ટકાનો વધારો થયો છે”
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે,” હાલ માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં નથી આવ્યું પરંતુ સ્વબચાવ અને પરિવારના રક્ષણ માટે માસ્ક પહેરવું જરૂરી છે. લોકોએ ખોટો ભય ફેલાવવાની જરૂર નથી,સ્વબચાવ માટે લોકો માસ્ક પહેરે એ જરૂરી છે.
રાજ્યમાં વધી રહેલા H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની પરિસ્થિતિને પોહચી વળવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એક સમિક્ષા બેઠક યોજી હતી. તેમણે આ બેઠકમાં જણાવ્યુ કે ગુજરાતની પ્રજાએ H3N2 ફ્લુથી ગભરાવવાની નહીં પરંતુ તકેદારી રાખવાની જરૂર છે અને રાજ્ય સરકાર આ માટે સજ્જ છે. તેમણે કહ્યુંકે 10 માર્ચ 2023 સુધીમાં રાજ્યમાં H1N1 ના 77 અને H3N2 ના 3કેસ નોંધાયા છે તથા H3N2 થી રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયેલ નથી.
Gujarat Assembly: ગુજરાત સરકારને સ્ટેમ્પ અને દસ્તાવેજ નોંધણી પેટે કેટલા કરોડની થઈ આવક ?
Gujarat Assembly: હાલ ગુજરાત વિધાસભાનું સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં રજૂ થયેલી માહિતી પ્રમાણે, રાજ્ય સરકારને સ્ટેમ્પ અને દસ્તાવેજ નોંધણી પેટે કરોડોની આવક થઈ છે. છેલ્લા બે વર્ષે માં 18 હજાર 409 કરોડની આવક થઈ છે, 2021ના વર્ષ કરતા વર્ષે 2022માં 28 ટકા આવકમાં વધારો થયો છે. વર્ષે 2023માં 25 ટકા વધુ આવક થવાનો રાજય સરકારનો અંદાજ છે.
સચિવથી લઈને પટાવાળા સુધીની ખાલી જગ્યાઓ
રાજ્યના સામન્ય વહીવટ વિભાગમાં મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓ છે. સચિવથી લઈને પટાવાળા સુધીની ખાલી જગ્યાઓ છે. સામન્ય વહીવટ વિભાગમાં 268 જગ્યાઓ ખાલી હોવાનું સરકારે વિધાનસભામાં જણાવ્યું છે.
Gujarat Weather: રાજ્યમાં બે દિવસ કરા સાથે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બરફના કરા સાથે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક શહેરોમાં કમોમસી વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, બોટાદ, અમરેલીમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે, આવતીકાલ સાંજથી માવઠાનું જોર ઘટશે. સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે કમોસમી વરસાદ પડશે.
હવામાન વિભાગે આજે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેંદ્રનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેંદ્રનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદમાં માવઠાની સંભાવના છે. માવઠાની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં છે.
પૂર્વી ભારત, ઉત્તરપશ્ચિમ ભારત સહિત પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વ્યાપક વરસાદી ઝાપટા સહિત હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ, વાવાઝોડા અને કરા પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રાજ્યોમાં આગામી 10 દિવસમાં મધ્ય, ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં વધુ વરસાદ અને કરા પડી શકે છે. તેનાથી ઉત્પાદન ઘટી શકે છે અને ફુગાવો વધી શકે છે.