BSP ચીફ માયાવતીનો મોટો દાવો: મને રાષ્ટ્રપતિ બનાવવાનું કહીને RSSએ માગ્યા મત
પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બાદ આ જ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. બીજેપીના નેતૃત્વવાળા એનડીએને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમણે પસંદ કરેલ વ્યક્તિને જ બહુમત મળશે.
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ બીજેપી પર મોટો આરોપ લગાવ્યો છે. બીજેપીને વિધાનસભામાં મળેલી મોટી જીત બાદ માયવતીએ કહ્યું કે, આરએસએસના લોકોએ અમારા લોકોની વચ્ચે પ્રચાર કરાવ્યો હતો કે બીએસપીની સરકાર નહીં બનવા પર બહેનજીને રાષ્ટ્રપતિ બનાવી દેવામાં આવશે. તેથી બીજેપીને સત્તામાં આવવા દો. માયાવતીના નિવેદન પ્રમાણે મારા માટે દેશના રાષ્ટ્રપતિ બનવું બહુ દૂરની વાત છે, પરંતુ તેના વિશે મે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નથી. જો તે તેમને જાણ છે કે ઘણા વર્ષો પહેલા કાંશીરામજીએ તેમનો આ પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો, અને હું તો તેમના પગલા પર ચાલનારી મજબૂત શિષ્ય છું. માયાવતીનુ આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ચર્ચા ચાલી રહી છે.
27-03-2022-BSP PRESS NOTE-PARTY MEETING pic.twitter.com/lv7rDmbhDk
— Mayawati (@Mayawati) March 27, 2022
પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બાદ આ જ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. બીજેપીના નેતૃત્વવાળા એનડીએને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમણે પસંદ કરેલ વ્યક્તિને જ બહુમત મળશે. 25 માર્ચના રોજ યૂપીમાં યોગી આદિત્યનાથના મંત્રી મંડળનું શપથગ્રહણ યોજાયું હતું. સીએમ યોગીના મંત્રી મંડળમાં 25 માર્ચના રોજ 52 મંત્રીઓએ શપથ લીધા હતા. યોગી આદિત્યનાથે ઈતિહાસ રચતા બીજી વખત સીએમ પદના શપથ લીધા. તેમની સાથે 52 મંત્રીઓએ પણ શપથ લીધા. યોગી સરકાર 2.0માં બીજેપીએ જાતિગત સમીકરણને ન્યાય આપવાની પૂરી કોશીશ કરી છે. યૂપી કેબિનેટમાં આ વખતે જાટ સમાજના 8 ઉમેદવારોને મંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે 8 મંત્રી અનુસૂચિત જાતિના છે.
લખીમપૂર ખીરી મામલે અજય મિશ્રા ટેનીએ ફરી એક વાર આપ્યું નિવેદન
લખીમપુર ખીરી કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે 2022ની ચૂંટણીમાં જિલ્લાના ધારાસભ્યોએ છેલ્લા 5 વર્ષમાં શું કર્યું હતું. તેનો માર પણ તેણે ધોવો પડ્યો. તેમનો આરોપ પણ અમારા પર હતો, પરંતુ અમે વિરોધીઓની હવા કાઢી નાખી.અજય મિશ્રાએ પોતાના ગામમાં હોળી મિલન સમારોહમાં કહ્યું હતું કે અમે જાણતા હતા કે અમે નિર્દોષ છીએ. હાલમાં જ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ લખીમપુરમાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન એબીપી ન્યૂઝના પત્રકાર સાથે પણ અભદ્ર વર્તન કર્યું હતું. પત્રકારે ટેનીને લખીમપુર ઘટના સંદર્ભે એસઆઈટી તપાસમાં તેમના પુત્રના નામ પર સવાલ પૂછ્યો હતો. પ્રશ્ન સાંભળીને મંત્રી ભડક્યા અને પત્રકારને ગાળો આપવા લાગ્યા હતા.