શોધખોળ કરો
Advertisement
બસપા નેતાનું ચોંકાવનારૂ નિવેદન, કહ્યું- તાડી પીવાથી નથી થતો કોરોના, ગંગાજળથી...
બહુજન સમાજ પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ ભીમ રાજભરે બલિયામાં યોજાયેલાં એક કાર્યક્રમ દરમિયાન મંચ પરથી કોરોના વાયરસથી બચવા માટે અજીબોગરીબ નિવેદન આપ્યું છે.
લખનઉ: બહુજન સમાજ પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ ભીમ રાજભરે બલિયામાં યોજાયેલાં એક કાર્યક્રમ દરમિયાન મંચ પરથી કોરોના વાયરસથી બચવા માટે અજીબોગરીબ નિવેદન આપ્યું છે. બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભીમ રાજભરે દાવો કર્યો છે કે તાડી પીવાથી કોરોના નથી થતો, તેમણે કહ્યું કે રાજભર સમાજનું માનવું છે કે ગંગા જળથી પણ પવિત્ર તાડી છે, તાડીમાં ઈમ્યુનિટી પાવર છે, તેને પીવાથી કોરોના નહી થાય.
રાજભરે કહ્યું કે નદીનાં જળથી પણ તાડી શુધ્ધ છે, રાજભર સમાજ તાડીનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તાડીનું વૃક્ષ ધરતી પરનું સૌથી પ્રાચીન ઝાડ છે, અને તેને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, અને કોરોના પણ નહીં થાય.
બસપાના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી બલિયામાં એમએમએ ઉમાશંકર સિંહે ભીમ રાજભર માટે અભિનંદન સમારોહનું આયોજન કર્યું હતું, આ કાર્યક્રમ દરમિયાન ભીમ રાજભરે કહ્યું કે પાણી કરતા તાડીમાં શક્તિ વધુ હોય છે, પહેલા લોકો તાડી કાઢીને પોતાનાં બાળકોને પિવડાવતા હતાં, કોવિડ-19માં લોકો કહે છે કે આ રોગચાળાથી કઇ રીતે બચી શકાય, હું કહું છું કે તાડી કોરોનાને પણ માત કરી શકે છે, તાડી પીને રાજભર સમાજ વિપરીત પરિસ્થિતીમાં પણ જીવતો રહી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement