શોધખોળ કરો
પેટા ચૂંટણીઃ કયા રાજ્યમાં બંને બેઠક પર અપક્ષ ઉમેદવાર ચાલી રહ્યા છે આગળ, જાણો વિગત
૧૧ રાજ્યોની ૫૮ વિધાનસભા બેઠકોની 3 નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીની પણ મતગણતરી શરૂ છે.

નવી દિલ્હીઃ ૧૧ રાજ્યોની ૫૮ વિધાનસભા બેઠકોની 3 નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીની પણ મતગણતરી શરૂ છે. ૫૮ પૈકી મધ્ય પ્રદેશમાં સૌથી વધુ ૨૮ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. મધ્ય પ્રદેશમાં ભાજપ સરકારને બહુમતી માટે ૨૮માંથી ૮ બેઠકોની જરૂર છે. આ ઉપરાંત ગુજરાતની આઠ, ઉત્તર પ્રદેશની સાત, મણિપુરની ચાર, કર્ણાટકની બે, ઓડિશાની બે, ઝારખંડની બે, નાગાલેન્ડની બે, તેલંગણાની એક, હરિયાણાની એક અને છત્તીસગઢની એક વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ પણ આજે જાહેર થશે. ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે નાગાલેંડની બંને બેઠક પર અપક્ષ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
MP, UP By Polls Results Live: મધ્ય પ્રદેશમાં 13 અને ઉત્તરપ્રદેશમાં 5 સીટ પર ભાજપ આગળ, કોંગ્રેસ માટે કપરા ચઢાણ
MP, UP By Polls Results Live: મધ્ય પ્રદેશમાં 13 અને ઉત્તરપ્રદેશમાં 5 સીટ પર ભાજપ આગળ, કોંગ્રેસ માટે કપરા ચઢાણ વધુ વાંચો




















