શોધખોળ કરો
Advertisement
કેન્દ્રિય કેબિનેટનો નિર્ણય, જમ્મુ કાશ્મીરમાં 10 ટકા આર્થિક અનામત લાગુ
તે સિવાય સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હીઃ કેબિનેટ બેઠકમાં સરકારે બુધવારે અનેક મોટા નિર્ણય લીધા છે. જેમાં સૌથી મોટો નિર્ણય જમ્મુ કાશ્મીર મામલે લેવામાં આવ્યો છે. સરકારે જમ્મુ કાશ્મીર ગરીબ વર્ગ માટે 10 ટકા અનામત લાગુ કરવાની મંજૂરી આપી દીધી છે. તે સિવાય સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે.
અનામતની જાણકારી આપતા કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, સામાજિક ન્યાયની જે મોટી પહેલ કરી હતી કે આર્થિક આધાર પર નોકરીમાં અને શિક્ષણમાં 10 ટકા અનામત મળશે. આ હવે જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં હાલમાં વિધાનસભા ચાલી રહી નથી અને રાજ્યપાલ શાસન લાગુ હોવાના કારણે રાજ્ય સરકારની જવાબદારી કેન્દ્રિય કેબિનેટ પર આવે છે.
જાવડેકરે કહ્યું કે, કાશ્મીરમાં એલઓસી નજીક રહેનારા લોકોને અનામત મળશે પરંતુ ઇન્ટરનેશનલ બોર્ડર પાસે રહેનારા લોકોને અનામત મળશે નહીં. હવે જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેશનલ બોર્ડર પાસે રહેનારા લોકોને અનામતનો લાભ મળશે નહીં. તે સિવાય સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવાયો છે. હવે 30ના સ્થાને 33 જજ હશે. ચંદ્રયાનને લઇને ઉત્સાહિત સરકારે મોસ્કોમાં ઇસરોની ઓફિસ ખોલવાનો નિર્ણય લીધો છે. સાથે ખેડૂતોને લઇને અનેક પ્રકારની સબસિડીનો નિર્ણય લેવાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement