ટ્રકે કારને મારી જોરદાર ટક્કર, અકસ્માતમાં મા,દીકરી, પુત્રવધુ મોતને ભેટ્યાં,. બે માસૂમ બાળકોનો આ રીતે થયો કુદરતી બચાવ
અજમેર- ભીલવાડામાં હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જયો હતો, અકસ્માતમાં 2 મહિલાના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા અને 3 ઘાયલ થયા હતા જ્યારે કારમાં સવાર 2 માસૂમ બાળકોનો વાળ પણ વાંકો ન થયો.
અજમેર-ભીલવાડા હાઇવે પર અલ્ટો કારે સ્પીડ બ્રેકર આવતા અચાનક બ્રેક મારી હતી. જેના કારણે પાછળ પૂરપાટ ઝડપે આવતા ટ્રેકે કારને ટ્કકર મારતાં અકસ્માત સર્જાયો હતો. અક્સ્માત એટલો ભંયકર હતો કે, કારમાં સવાર મા, દીકરી અને પુત્રવધુના મૃત્યુ નિપજ્યાં જ્યારે 3 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. પરંતુ સદભાગ્ય એ રહ્યું કે, કારમાં સવાર માસૂમ 2 બાળકોનો વાળ પણ વાંકો ન થયો. આટલા ભયંકર અકસ્માતમાં એક કારમાં સવાર એક વર્ષ અને 3 વર્ષના માસૂમ બાળકોએ એક ઉઝરડો પણ નથી પડ્યો. બંને માસૂમ બાળકોનો કુદરતી બચાવ થયો છે.
કારમાં સવાર 8 લોકોમાંથી 2 મહિલાઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે કારમાં સવાર 4 લોકો ઘાયલ થઈ ગયા છે. ઘાયલોને વિજયનગર હોસ્પિટલ લઈ જવાયા , જ્યાં સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત નીપજ્યું છે, તો એક પુરુષ અને બે મહિલાને ગંભીર હાલતમાં ભીલવાડા રિફર કરવામાં આવ્યા છે. અક્સ્માતમાં સાસુ પ્રભાદેવી, દીકરી કિરણ જોશી અને પુત્રવધૂ સત્યવતી દેવીનાં મૃત્યુ થયા છે.
પોલીસ સૂત્ર દ્રારા મળતી માહિતી મુજબ તમામ લોકો મૂળ કેરાળાના નિવાસી હતા અને હાલ ભીડવાડામાં નિવાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. પરિવારને ઘટનાની સૂચના આપી દેવાઇ છે. ત્રણેય મૃતકોમાંથી એકનો મૃતદેહ વિજયનગર અને 2ના મૃતદેહ ગુલાબપુરા હોસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે.